Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સમીર વાનખેડે વિરુદ્ધ 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો

  • February 10, 2024 

EDએ NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સમીર વાનખેડે વિરુદ્ધ 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. EDએ આ મામલે કેસ દાખલ કર્યા બાદ કેટલાક લોકોને સમન્સ પણ પાઠવ્યુ છે. તપાસ એજન્સી આ લોકોની મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ પણ કરશે. બીજી તરફ ED આ મામલે કેટલાક લોકોની પૂછપરછ પણ કરી ચૂકી છે. જોકે, હાલમાં જે લોકોને સમન્સ પાઠવવામાં આવ્યું છે તેમાંથી કેટલાક લોકો NCB સાથે જેડાયેલા છે. આ ઉપરાંત કેટલાક અન્ય લોકો પણ સામેલ છે જેની પૂછપરછ કરવામાં આવશે.


EDએ તમામ લોકોને તપાસમાં સામેલ થવા માટે મુંબઈની ED ઓફિસમાં બોલાવ્યા છે. સમીર વાનખેડે બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કર્યા બાદ લાઈમલાઈટમાં આવ્યા હતા. મે 2003માં CBIએ સમીર વાનખેડે અને અન્ય ચાર લોકો વિરુદ્ધ શાહરૂખ ખાનના પુત્ર આર્યનને ડ્રગ્સના કેસમાં ફસાવવાના એવેજમાં કથિત રીતે રૂ.25 કરોડની લાંચ માંગવાના આરોપમાં FIR નોંધી હતી. આ તમામ લોકો પર લાંચના પ્રથમ હપ્તા તરીકે 50 લાખ રૂપિયા લેવાનો આરોપ હતો. કેસ નોંધ્યા બાદ CBIએ 29 ઠેકાણે દરોડા પાડ્યા હતા.


ત્યારબાદ સમીર વાનખેડેએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેમાં FIR રદ કરવાની સાથે કાર્યવાહીની વચગાળાની સુરક્ષાની માંગ કર હતી. બીજી તરફ હવે આ જ FIRને આધાર બનાવતા EDએ વાનખેડે વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. સમીર વાનખેડેએ CBIની FIR વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ સાથે જ કાર્યવાહીથી સુરક્ષાની માંગણી કરી હતી. આવી જ રીતે વાનખેડેએ ED કેસ સામે પણ આવી જ માંગણી કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ED કેસમાં રાહતની માંગ કરતા વાનખેડેએ હાઇકોર્ટ સમક્ષ પોતાની અરજીમાં કહ્યું છે કે, વર્ષ 2023માં નોંધાયેલી CBIની FIR અને ECIR પર EDની આ અચાનક કાર્યવાહી વેર અને દ્વેષની નિશાની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application