Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રધાનમંત્રી આવાસમાં ફ્લેટ અપાવવાના બહાને વોચમેન પાસેથી લાખો રૂપિયા પડાવનાર ત્રણ સામે ગુનો દાખલ

  • January 03, 2024 

સુરત કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપી પ્રધાનમંત્રી આવાસમાં ફ્લેટ અપાવવાના બહાને ઘોડદોડ રોડના પ્રેસીડન્સી એપાર્ટમેન્ટના વોચમેન પાસેથી રૂપિયા 3.55 લાખ પડાવી લઇ છેતરપિંડી કરનાર રીક્ષા ચાલક સહિત બે વિરૂધ્ધ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાય છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઘોડદોડ રોડ સ્થિત કાકડીયા કોમ્પ્લેક્ષની પાછળ પ્રેસીડન્સી એપાર્ટમેન્ટમાં વોચમેનની નોકરી કરતા અને ત્યાં જ રહેતા સંજય દયારામ બાઠે (ઉ.વ.55., મૂળ રહે.ઉમઇ,તા. મુર્તિઝાપુર, અકોલા, મહારાષ્ટ્ર) નાએ એપાર્ટમેન્ટમાં પેસેન્જર ભાડુ લઇને આવતા રીક્ષા ચાલક વિજય ઠક્કર (રહે.શુભમ રેસીડન્સી,સચિન) સાથે મિત્રતા થઇ હતી.



જોકે વિજયે પ્રધાનમંત્રી આવાસમાં ફ્લેટ જોઇએ તો મારી ઓળખાણ છે, ત્રણ-ચાર લોકોને ફ્લેટ અપાવ્યા છે. જેથી સંજયે આવાસમાં ફ્લેટ ખરીદવા વિજય ઠક્કર હસ્તક એપાર્ટમેન્ટમાં રહેતા નિતીન ગર્ગના ઘરે સંદીપ ઉર્ફે સંજય યાદવ (રહે.ભક્તિનગર-3, બમરોલી રોડ, પાંડેસરા) સાથે મુલાકાત કરાવી હતી અને સંદીપ સુરત મ્યુનિસીપલ કોર્પોરેશનમાં ઉંચી પોસ્ટ ઉપર છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના તેમના નેજા હેઠળ આવે છે. જેઓ ફ્લેટ અપાવશે અને ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી આપશે અને કમિશન પેટે રૂપિયા 50 હજાર થશે.



સંદીપના કહેવાથી જીતેન્દ્ર રાજપૂતના એકાઉન્ટમાં કમિશનના રૂપિયા 50 હજાર ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ સંજયે તેની પત્ની મીનાના એકાઉન્ટમાંથી રૂપિયા 1.50 લાખ અને રૂપિયા 50 હજાર મળી કુલ રૂપિયા 2 લાખ ટ્રાન્સફર કર્યા હતા અને ફાઇલ આગળ વધારવા ટુક્ડે-ટુક્ડે વિજય ઠક્કર રૂપિયા 80 હજાર લઇ ગયો હતો. ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ તથા સુમન કાવ્યા સ્કીમના નામે ફ્લેટ ફાળવણીનો વ્હોટ્સએપ મેસેજ કર્યો હતો અને રૂપિયા 2.65 લાખ સબસીડી મળવાપાત્ર છે. જેના માટે કોર્પોરેશનમાં રૂપિયા 48,800 ભરવા પડશે એવું કહેતા સંજયે રૂપિયા 25 હજાર ભર્યા હતા અને સંદીપે વધુ પૈસાની માંગણી કરતા સંજય બાઠે ફ્લેટ એલોટમેન્ટ અંગે પૂછપરછ કરતા ગોળ-ગોળ જવાબ આપ્યા હતા. સંજયે વ્હોટ્સએપ ઉપર મોકલાવેલી રસીદ અંગે તપાસ કરતા સુલભાબેન પાટીલના નામનો ફ્લેટ હોવાનું જાણવા મળ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application