Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં કેળકુઇ ગામે યુવતી પર કુહાડીથી હુમલો કરનાર સામે ગુનો દાખલ

  • September 09, 2024 

વ્યારા તાલુકાનાં કેળકુઇ ગામનાં ગોડાઉન ફળિયામાં રહેતી ૨૧ વર્ષીય દીપીકાબેન ચંદ્રકાંતભાઈ ચૌધરી ગત તારીખ ૦૩એ રોજ સવારે ૦૯ વાગ્યે પોતાના ઘરની સામે કપડાં ધોતી હતી. તે સમયે દીપીકાબેનનાં  ઘરની નજીકમાં રહેતો તુષાર ઉદેસીંગભાઈ ચૌધરી હાથમાં કુહાડી લઈ આવી દીપિકાબેનનાં માથામાં કુહાડી મારી દીધી હતી.


જોકે તુષાર ચૌધરી બીજીવાર કુહાડી મારવા જતો હતો ત્યારે દીપિકાબેનએ પોતાના હાથમાં રહેલી થાપીથી કુહાડીનો માર અટકાવ્યો હતો પરંતુ કુહાડી દીપિકાબેનના હાથમાં વાગી જતા તેણી લોહીલુહાણ થઈ જતા દીપિકાબેનએ બુમાબુમ કરતા આસપાસમાંથી દોડી આવેલા પરિવારજનોએ તેને બચાવી સારવાર માટે પહોંચાડી હતી અને યુવતીને માથામાં પાંચ ટાંકા લઈ સારવાર લેવી પડી હતી. બનાવ અંગે દીપીકાબેનએ વ્યારા પોલીસ મથકે તુષારભાઈ ઉદેસીંગભાઈ ચૌધરી (રહે.કેળકુઇ ગામ, વ્યારા)નાં સામે ફરિયાદ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application