સુરતનાં ભેસ્તાન પોલીસ સ્ટેશન નજીક ચા-નાસ્તાની દુકાન ચલાવતા યુવાનને સ્ટીચીંગ મશીન માટે મુદ્રા લોન કરાવી આપવાની લાલચ આપી ટુક્ડે-ટુક્ડે રૂપિયા 5.16 લાખ પડાવી લઇ છેતરપિંડી કરનાર તથા બેંક ઓફ બરોડાના બ્રાંચ મેનેજરના નામે કોલ કરનાર અજાણ્યા સહિત ત્રણ વિરૂધ્ધ પાંડેસરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે. મળતી માહિતી મુજબ, પાંડેસરા-જીયાવ રોડ સ્થિત બાલકૃષ્ણ રો-હાઉસમાં રહેતા રામપુની રામફલ મહતો ભેસ્તાન પોલીસ સ્ટેશન નજીક ચા-નાસ્તાની દુકાન ચલાવે છે. જોકે તેઓ રામપુનીએ સ્ટીચીંગ મશીન ખરીદવા મુદ્રા લોન માટે મિત્ર હસ્તક અજય સુરતી નામની વ્યક્તિનો સંર્પક કર્યો હતો.
જેથી અજયે મુદ્રા લોન અપાવવાની લાલચ આપી ફોર્મ બેંક ઓફ બરોડાનું ફોર્મમાં સહી કરાવવાની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સની સાથે રૂપિયા 30 હજાર તથા સહીવાળા ચાર કોરા ચેક લીધા હતા. ત્યારબાદ લોનની પ્રોસેસ કરવા માટે વધુ રૂપિયા 20 હજાર, લોનના વીમાના રૂપિયા 34,500/- લીધા બાદ લોન મંજૂર થઇ ગઇ છે, પરંતુ મારૂ 8 ટકા મુજબ રૂપિયા 1.20 લાખ કમિશનની માંગણી કરી હતી. જેથી રામપુનીએ રૂપિયા 10 હજાર આપ્યા હતા. ત્યારબાદ અડાજણના એલ.પી. સવાણી રોડની બેંક ઓફ બરોડામાંથી બ્રાંચ મેનેજર વિશાલના નામે કોલ કરી તમારી ફાઇલ મારી પાસે આવી છે, તમે પૈસાની વ્યવસ્થા અજયભાઇને કરી દીધી છે કે નહીં, પૈસા જલ્દી આપશો તો તમારૂ કામ જલ્દી થશે એવું કહ્યું હતું.
જેથી રામપુનીએ રૂપિયા 38 હજાર ઓનલાઇન અને રૂપિયા 15 હજાર UPIથી ટ્રાન્સફર કર્યા હતા. વધુ રકમ ટ્રાન્સફર નહીં થતા અજય સુરતીએ તેના મિત્ર કિરીટ રાણાને મોકલાવી રામપુનીના એકાઉન્ટમાંથી રૂપિયા 1.20 લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કર્યા હતા. ઉપરાંત ઓનલાઇન અને રોકડથી મળી ટુક્ડે-ટુક્ડે કુલ રૂપિયા 5.16 લાખ આપ્યા હતા. ત્યારબાદ અજયે રૂપિયા 14.34 લાખનો લોનનો ચેક આપ્યો હતો અને હું કહું પછી બેંકમાં જમા કરાવવા કહ્યું હતું. પરંતુ જે તારીખનો ચેક હતો તેના એક દિવસ અગાઉ ચેકમાં ભુલ છે એમ કહી ચેક પરત લઇ લીધો હતો અને રૂપિયા 1.60 લાખનો ચેક આપ્યો હતો. પરંતુ ચેક બેંકમાં જમા કરાવતા રીટર્ન થયો હતો અને ત્યારબાદ અજય સુરતીએ ફોન બંધ કરી દીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500