મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં વાંકા ગામે પુત્રના છુટાછેડા બાબતે પિતા-પુત્રને ઢીક્કમુક્કીનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર ત્રણ જણા સામે નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ, નિઝર તાલુકાનાં વાંકા ગામના આદિવાસી ફળિયામાં રહેતા ગણેશભાઈ રમેશભાઈ પાડવી નાઓ રવિવારના રોજ મોટરસાઈકલ લઈ પોતાના ઘરે જતાં હતા તે સમયે પાણી ટાંકી પાસે આવતાં રમેશભાઈ બાબુભાઈ, ઉખડયાભાઈ રમેશભાઈ અને મનેશભાઈ રમેશભાઈ (ત્રણેય રહે.વાંકા ગામ, નિઝર) નાઓએ ગણેશભાઈને ઉભો રાખી હતો અને રમેશભાઈ બાબુભાઈએ કીધું હતું કે, તારા લીધે મારો પુત્ર ઉખડયાની પત્ની સાથે છુટાછેડા થઈ ગયેલ છે તેમ કહી ગણેશભાઈને નાલાયક ગાળો આપી માથાના ભાગે લાકડી વડે સપાટા મારી ઈજા પહોચાડી હતી.
તેમજ રમેશભાઈ બાબુભાઈ અને ઉખડયાભાઈ રમેશભાઈ નાએ ગણેશભાઈને શરીરે લાકડીના સપાટા મારી મનેશભાઈ રમેશભાઈ નાઓ સાથે ઢીક મુક્કીનો માર મારવા લાગ્યા હતા. તે સમયે ગણેશભાઈને બચાવવા માટે તેમનો દિકરો રોશનનો આવી જતાં તેણે પણ ત્રણેયએ લાકડીના સપાટા અને ઢીક્કમુક્કીનો માર મારેલ હતો અને ગાળો બોલતા જઈને ગણેશભાઈને કહ્યું હતું કે, આજે તું બચી ગયેલ છે પરંતુ દવાખાનાથી પાછો ઘરે આવશે તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી. બનાવ અંગે ગણેશભાઈ પાડવી નાએ નિઝર પોલીસ મથકે જાનથી મારી નાંખવાની ધમકી આપનાર ત્રણ જણા સામે નિઝર પોલીસે ગુનો દાખલ કર્યો હતો
.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500