વલસાડનાં અબ્રામા ખાતે રહેતા એક ઇસમે પાસપોર્ટ મેળવવા માટે પોલીસ મથકમાં ખોટી માહિતી આપી ગુનાહિત કૃત્ય કરતા પોલીસે ફરિયાદ નોંધી છે. આ ઇસમ વિરૂધ્ધ પોલીસ કેસ થયો હોવા છતાં માહિતી છુપાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડના અબ્રામામાં મોટા તળાવ પાસે રહેતા મોહમદ ઝૈદ મોહમદ અયુબ શેખ નામના યુવાને પાસપોર્ટ માટે તારીખ 25 જાન્યુઆરી 2023નાં રોજ અરજી કરી હતી. તેમાં પોલીસ મથકમાં નિવેદનમાં કોઇ પોલીસ કેસ કે કોર્ટમાં કોઇ કેસ નથી, કોર્ટ સમન્સ નથી વિગેરે અંગે ખોટી માહિતી આપી હતી.
આ યુવક વિરૂધ્ધ 2018માં આઇપીસી 406, 420, 114 મુજબ ગુનો નોંધાયો હોવા છતાં પણ તેણે પોલીસ મથકમાં ખોટી માહિતી આપી કોઇ કેસ નથી તેવું નિવેદન નોંધાવ્યું હતું. જે હકીકત પોલીસને જાણવા મળતાં સિટી પોલીસ મથકના લોએએસ કોન્સ્ટેબલએ મોહમદ ઝૈદ શેખ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઈસમ દ્વારા પોલીસ કેસ થયેલ નથી, કોર્ટમાં કોઈ કેસ પડતર નથી, કોઈ પણ કોર્ટમાંથી સમન્સ કે વોરન્ટ નીકળેલ નથી તેવી ખોટી માહિતી આપી તેના આધારે પાસપોર્ટ મેળવ્યો હોવાના મામલે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આરોપી સામે પોલીસમાં ગુનો નોંધાયો હોવા છતાં પાસપોર્ટ વેરિફિકેશનમાં ખોટી માહિતી જણાવી ગુમરાહ કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500