સુરત શહેરનાં ઉધના બેઠી કોલોની પાસે એક ફોર વ્હીલ ગાડીમાં અચાનક આગ લાગી જતા અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. જોકે ગતરોજ મોડી રાત્રે બર્નિંગ કારને લઈ ફાયર બ્રિગેડની ગાડીઓએ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. કોઈ જાનહાની થઈ નથી. કારમાં આગ લાગવા પાછળ વધુ પડતું હીટિંગ જવાબદાર હોવાની વિગતો જાણવા મળી છે. ઘટનાના લાઈવ વિડીયો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગતરોજ મોડી રાત્રે ઉધના બેઠી કોલોનીમાં એક કારમાં આગ લાગી હતી. આ કાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની હોવાની વિગતો જાણવા મળી છે.
કાર માલિક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધીરજ ખંડેલવાલએ જણાવ્યું હતું કે, માનદરવાજા સામે ગોલ્ડન પ્લાઝામાં તેમની ઓફીસ આવેલી છે. જયારે રાત્રે લગભગ 8:20 મિનિટ ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે આ દુર્ઘટના બની હતી. ફાયરને જાણ કર્યા બાદ ગણતરીની મિનિટોમાં ફાયરના જવાન દોડી આવ્યા હતા. બર્નીંગ કારની આગ કાબુમાં લેતા રાહતનો શ્વાસ લીધો હતો. વધુમાં જણાવ્યું હતું કે, તેઓ અઠવાલાઇન્સ ગોકુલમ ડેરી સામેના એપાર્ટમેન્ટમાં રહે છે. આગ લાગ્યાની જાણ થતા કારને રોડ બાજુએ પાર્ક કરી હતી. અનાજની ટ્રકમાંથી સામાન અનલોર્ડ થતો હતો. મજૂરોએ મને ઇશારાથી કારની આગ બાબતે જાણ કરી હતી. જોકે ઘટનાની જાણ બાદ તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતા કોઈ જાનહાની નોંધાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application