Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બીલીમોરા આઇ.ટી.આઇ.ખાતે રકતદાન શિબિર કાર્યક્રમ યોજાયો

  • October 24, 2023 

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, બલીમોરા ખાતે તાલીમાર્થીઓમાં સામાજીક જવાબદારી વધુમાં વધુ કેળવાય તે માટે સંસ્થા ખાતે અલગ-અલગ કાર્યક્રમો યોજાઇ છે. જે અંતર્ગત શ્રી સત્યસાંઇ સેવા સમિતિ, બીલીમોરાના સહયોગથી લાયન્સ કલબ બીલીમોરા સંચાલિત એન.એમ.પટેલ બ્લડબેંક અને ડો.અરૂણકુમાર મપારા બ્લડ કમ્પોનન્ટ દ્વારા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, બીલીમોરાના આચાર્ય પી.એસ.પટેલ દ્વારા Be a Hero, Donate Blod ના સ્લોગન સાથે સૌપ્રથમ રકતદાન કરી સમગ્ર સ્ટાફ અને તાલીમાર્થીઓને પ્રોત્સાહિક કર્યા હતાં. સંસ્થાના અલગ-અલગ ટ્રેડના તાલીમાર્થીઓ અને સુપરવારઇઝર ઇન્સ્ટ્રકટરો દ્વારા વારંવાર રકતદાન કોઇક ને જીવનદાન ના અભિગમ સાથે રકતદાન કરી ૬૫ બોટલ એકઠી કરવામાં આવી હતી. આ અવસરે તમામ રકતદાતાઓને પાણીની સ્ટીલની બોટલ એનાયત કરી પ્રોત્સાહન પુરુ પાડયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application