કીમનાં મોટી નરોલી ગામે હાઈવે પરથી પસાર થઈ રહેલા બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે અડફેટમાં લેતા તેને ગંભીર ઈજા થતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વિકાસ શેરબહાદુર સિંઘ બાઈક નંબર GJ/05/PE/0093 લઈને મોટી નરોલી નેશનલ હાઈવે નંબર-48 પરથી પસાર થઈ રહ્યો હતો.
તે સમયે પાછળથી પુરઝડપે આવેલ અજાણ્યા કાર ચાલક અડફેટમાં લઇને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર વિકાસને ગંભીર ઇજાઓ પહોંચતા જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરનાં ડોક્ટરોએ વિકાસને મૃત ઘોષીત કર્યો હતો. સમગ્ર બનાવની જાણ કોસંબા પોલીસને કરવામાં આવતા હાલ પોલીસે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application