Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુબિરના પીપલદહાડ ગામે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો

  • January 19, 2024 

રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ નવમા તબક્કાના ‘સેવા સેતુ’ કાર્યક્રમનો ઉત્સાહજનક માહોલમાં પ્રારંભ થયો છે. ગત તા.૫મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ સુબિર તાલુકાના ‘શિંગાણા’ ગામેથી રાજ્ય મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ તેમજ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં શરૂ કરાયેલા ‘સેવા સેતુ’ કાર્યક્રમની શ્રુંખલાનો વધુ એક કાર્યક્ર્મ, તાજેતરમાં સુબિર તાલુકાના ‘પીપલદહાડ’ ગામે યોજાયો હતો.



પીપલદહાડ ગામ સહિત લવચાલી, ગાયગોઠણ, પાદલખડી, ચીખલી, ખાંભલા, ગુરુડીયા, મોહપાડા, બીજુરપાડા, બરડા, આમસરપાડા, પિપલદહાડ, જોગથવા, ભોંડવિહિર, બેહડુન, જામનસોંઢા, સાવરપાડા, ગૌહાણ, આમથવા, કિરલી, પોળસમાળ, કાકડવિહિર, દહેર, ઉગા, ધાણા, હનવતપાડા, કરંજડા, ઘુબડીયા, જારસોળ, પિપલાઇદેવી, વડપાડા, બોકળમાળ, હિંદળા, પિપલપાડા, ગારખડી, સાતબાબલા, ચીચપાડા, ઘાણીઆંબા, ઝરી, જામન્યા, આહિરપાડા, નકટયાહનવત, બીબુપાડા, કેળ, બરડીપાડા (ન.૨), બદીનાગાંવઠા, માળગા, ઢોલ્યાઉંબર, આંબુર, બીલબારી, ડુમર્યા, શેપુઆંબા, કરંજપાડા, શિવબારા, પાંઢરપાડા, લહાનઝાડદર, મોટીઝાડદર, ચિંચવિહિર, સાવરદા, ખેરીન્દ્રા, જુન્નેર, ચમારપાડા, અને ખાજુર્ણા જેવા આસપાસના ગામોના ગ્રામજનો માટે સવારના ૯થી સાંજના ૫ વાગ્યા સુધી સરકારના વિવિધ વિભાગોની ૫૬ પ્રકારની સેવાઓ ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવવામા આવી હતી. આ તમામ સેવાઓની કુલ-૪૫૨૭ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામા આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application