Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ન્યૂઝીલેન્ડના મહિલા સાંસદ પર દુકાનોમાંથી મોંઘા અને વૈભવી કપડા ચોરી કરવાનો આરોપ ત્રણ વખત મૂકવામાં આવ્યો

  • January 17, 2024 

રાજકીય અને સામાજિક પદ ધરાવતી વ્યકિત પાસે સારા કાર્યોની આશા રાખવામાં આવે છે. જો કોઇ સાંસદ પર ચોરી કરવાનો આરોપ મૂકવામાં આવે તો સૌ ચોંકી ઉઠે તે સ્વભાવિક છે. ન્યૂઝીલેન્ડમાં આવા જ ચોંકાવનારા સમાચાર સપાટી પર આવ્યા છે. ન્યૂઝીલેન્ડના મહિલા સાંસદ પર દુકાનોમાંથી મોંઘા અને વૈભવી કપડા ચોરી કરવાનો આરોપ ત્રણ વખત મૂકવામાં આવ્યો છે. વીડિયો સામે આવ્યા પછી મહિલા સાંસદને રાજીનામું આપવાની ફરજ પડી છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. ગ્રીન પાર્ટીના સાંસદ ગોલરિઝ ઘરમન પર આ આરોપ મૂકવામાં આવ્યો છે.



તેમના પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે ઓકલેન્ડ અને વેલિંગટનમાં બે અલગ અલગ દુકાનોમાંથી એક વખત નહીં પણ ત્રણ વખત મોંઘા કપડાની ચોરી કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર વકીલ ગોલરિઝે 2017માં પોતાના પક્ષનું ન્યાય વિભાગ પણ સંભાળ્યું હતું. આ આરોપ અંગે તેમણે જણાવ્યું છે કે, કામ સાથે સંકળાયેલા તણાવને કારણે તેમનો વ્યવહાર સંપૂર્ણ રીતે અયોગ્ય જોવા મળ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, મેં અનેક લોકોને નિરાશ કર્યા છે અને મને આ બાબતનો ખૂબ જ ખેદ છે. ગોલરિઝ બાળપણમાં જ પોતાના પરિવાર સાથે ઇરાન ભાગી ગયા હતાં. ત્યારબાદ ન્યૂઝીલેન્ડમાં તેમને રાજકીય શરણ આપવામાં આવ્યા હતાં.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application