‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડા ગામની મોડેલ સ્કૂલમાં લાઈફ સ્કિલ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.૬ થી ૮ ના બધા જ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ લાઈફ સ્કિલ બાળ મેળામાં વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલા જીવન કૌશલ્ય મુજબ વિવિધ પ્રવૃત્તિઓનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રવૃત્તિઓમાં ચિત્રકલા, કેશ-ગુફન, મહેંદી, સાદડી, સાવરણી, ટોપલી, પેપર ક્રાફ્ટની વસ્તુઓ બનાવવી, લાકડામાં ખીલી ઠોકવી, ફ્યુઝ બાંધવો, હોલ્ડરમાં બલ્બ લગાવવો, સિલિન્ડરમાં રેગ્યુલેટર ફીટ કરવું, ટાયર પંચર શોધવું અને બનાવવું વગેરેનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પોતે બનાવેલા વિવિધ પ્રકારના નાસ્તાના સ્ટોલ લગાવ્યા હતા, જેમાં સેવપુરી, પાણીપુરી, વડાપાઉં, ભેલ,ટી-સ્ટોલ, મન્ચુંરિયન, સેન્ડવીચ, બટાકા પૌવા, લીંબુ પાણી વગેરેનો સમાવેશ થયો હતો. આ પ્રવૃત્તિઓમાં શાળાના ધો. ૯ અને ધો.૧૧ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ શાળાના અન્ય વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક માણ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500