સ્વચ્છતા હી સેવા મહા અભિયાન અંતર્ગત જિલ્લામાં ગામે ગામ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. આ અભિયાન અંતર્ગત તા.૬ નવેમ્બર થી ૧૧ નવેમ્બર, ૨૩ સુધી શહેરના તમામ ફ્લાય ઓવર, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેન્ડમાં સફાઈ ઝુંબેશ યોજાશે. તા.૩૦ ઓક્ટોબર, ૨૩થી ૦૪ નવેમ્બર, ૨૩ સુધી તમામ સરકારી કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ, ભંગાર નિકાલ, જુના વાહનોની હરાજીની કામગીરી કરવામાં આવી છે.
ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોકો ઉત્સાહભેર આ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતાગ્રહી બની રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં નવતર અભિગમ અન્વયે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ઝઘડિયા તાલુકાના વેલુ ગામ અને ઇન્દોર ગામે સ્વચ્છતા બાબતે યોજનાકીય ધટકોની વિવિધ જાણકારી અંગે ગામજનોમાં જનજાગૃતિ કેળવાય તે માટે ભવાઈનો કાર્યક્રમ યોજાયો હતો. આવો સૌ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાઈને સ્વચ્છતાને જીવનશૈલીનું અભિન્ન અંગ બનાવવા અને સ્વચ્છ ગુજરાતનું નિર્માણ કરવા ગામના લોકોએ સ્વચ્છતાનો સંકલ્પ લીધો હતો. સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન પૂરજોશમાં આગળ ધપી રહ્યુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500