રાજકોટમાં 92 વર્ષના વૃદ્ધે માત્ર 3 વર્ષ અને 11 માસની કૂમળી અને ફૂલ જેવી બાળાની જાતિય સતામણી કરી હતી. જે અંગે બાળાએ તેની માતાને ઈશારાથી જાણ કરી હતી. પરંતુ માતાને ભરોસો નહીં થતાં સીસીટીવી કેમેરા જોવડાવ્યા હતા. જેમાં નરાધમ વૃદ્ધની કરતૂતો કેદ થઈ ગઈ હતી. જેના આધારે રાત્રે બાળાના પરિવારજનોએ પ્ર.નગરના પીઆઈ બી.એમ. ઝણકાટનો સંપર્ક કરી આપવીતિ કહી હતી. જે સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે તત્કાળ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી નવલશંકર કલ્યાણજીભાઈ દેસાઈ (ઉ.વ.92)ની ધરપકડ કરી હતી.
તપાસના અંતે તેને પોલીસે કોર્ટમાં રજૂ કરતાં જેલ હવાલે થયા હતા. તે પહેલાં આરોપીએ પોલીસને કહ્યું કે હું મારી છેલ્લી યાત્રા પર જાવ છું. આરોપી નવલશંકર રેલનગર વિસ્તારમાં રહે છે, સાંજે તેણે ભોગ બનનાર બાળા સાથે અડપલા કર્યા હતા. જોકે તે અંગે સંભવતઃ ભોગ બનનાર બાળાને જાણ પણ થઈ ન હતી. થોડી વાર બાદ ફરીથી તેના ગુપ્ત ભાગ પર હાથ ફેરવી અડપલા કર્યા હતા. આ વખતે ભોગ બનનાર બાળાને ન ગમ્યુ હોય કે પછી દુઃખાવો થયો હોય તેમ તેણે ઘરે જઈ માતાને ઈશારાથી જાણ કરી હતી. પરંતુ માતાને આટલા વયોવૃદ્ધ આ પ્રકારનું કૃત્ય કરે કે કેમ તે બાબતે શંકા ગઈ હતી. જેનું સમાધાન કરવા નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમા આરોપી નવલશંકરના કરતૂતો કેદ થઈ ગયેલા મળ્યા હતા. તેણે એક વખત નહીં પરંતુ બે-બે વખત બાળાના શરીર સાથે અડપલા કર્યાની માહિતી મળી હતી. આખરે પરિવારે ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લઈ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આરોપી નવલશંકરે આ પહેલાં પણ ભોગ બનનાર બાળાના શરીર સાથે અડપલા કર્યાની શંકા દર્શાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application