Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરાના સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યૂની સારવાર લેતી ૩૮ વર્ષની મહિલાનું મોત નિપજ્યું

  • August 25, 2024 

વડોદરાના સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યૂની સારવાર લેતી ૩૮ વર્ષની મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે ૨૪ કલાક દરમિયાન ડેન્ગ્યૂનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. શહેરમાં ડેન્ગ્યૂએ માથું ઉંચક્યું છે. આ વર્ષે ડેન્ગ્યૂના ટેસ્ટ માટે કુલ ૫,૦૨૨ નાગરિકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી ૧૯૪ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૨૧ લોકોના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા હતા. જે પૈકી એકનો રિપોર્ટે પોઝિટિવ આવ્યો છે.


જ્યારે સમા સાવલી રોડ પર રહેતી ૩૮ વર્ષની મહિલાને ડેન્ગ્યૂ થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પી.એમ. કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ચોવીસ કલાક દરમિયાન કોલેરાનો એક અને ઝાડાના ૭૦ કેસ નોંધાયા છે. રોગ નિયંત્રણ કામગીરી અંતર્ગત કોર્પોરેશનની ટીમ દ્વારા ૪૨૦ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. જ્યારે એક કન્સટ્રક્શન સાઇટ અને પાંચ સ્કૂલ, હોસ્ટેલોમાં ચકાસણી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application