Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતનાં ઉપ રાષ્ટ્રપતિની ઓળખ આપી છેતરપિંડી કરનાર ઇટાલી સ્થિત 22 વર્ષનાં યુવકની ધરપકડ

  • February 07, 2023 

પોતાની ઓળખ ભારતનાં ઉપ રાષ્ટ્રપતિ તરીકે આપનાર ઇટાલી સ્થિત 22 વર્ષનાં ભારતીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ યુવકે ભારતના ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનકરના ફોટાને પોતાનો પ્રોફાઇલ ડિસ્પ્લે બનાવી નકલી વોટ્સએપ એકાઉન્ટ રચી લોકો સાથે છેતરપિંડી કરી હતી અને વરિષ્ઠ અધિકારીઓને પણ ફોન કર્યા હતાં. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ગગનદીપ સિંહ જમ્મુનો રહેવાસી છે. તે ઇટાલીના ઓફાનેન્ગોમાં પોતાના પરિવાર સાથે 2007થી રહેતો હતો. તેણે ધોરણ 9 સુધી ભારતમાં અભ્યાસ કર્યો હતો અને ઇટાલીમાંથી ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હતી. તે એક કંપની મજૂર તરીકે કામ કરતો હતો.





યુટયુબમાં અનેક વીડિયો જોઇને ગગનદીપ સિંહને ઉપ રાષ્ટ્રપતિની નકલ કરવાનો વિચાર આવ્યો હતો. તેના એક સહયોગી 29 વર્ષીય અશ્વિની કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. નકલી વોટ્સએપ એકાઉન્ટ બનાવવા માટે કુમારે સિંહને ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) આપ્યો હતો. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઇન્ટેલિજન્સ ફુઝિઅન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન) પ્રશાંત ગૌતમે જણાવ્યું છે કે, ઉપ રાષ્ટ્રપતિના ફોટાનો ઉપયાગ કરીને નકલી વોટ્સએપ એકાઉન્ટ રચતા પહેલા સિંહે યુટયુબ પર અનેક વીડિયો જોયા હતાં અને ઇન્ટરનેટ પરથી વરિષ્ઠ સરકારી અધિકારીઓના ફોન નંબર મેળવ્યા હતાં. ભારતના ઉપ રાષ્ટ્રપતિનું નકલી વોટ્સએપ એકાઉન્ટ બનાવી તેણે વરિષ્ઠ સરકારી અધિકારીઓેને મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું હતું અને પોતાને ફાયદો થાય તેવા નિર્દેશ આપવાની સૂચના આપતો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application