Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજના માંકણા ગામે બીજા માળેથી નીચે પટકાતા ૨૦ વર્ષીય યુવકનું મોત નિપજ્યું

  • August 03, 2024 

કામરેજનાં માંકણા ગામે આવેલ કામધેનુ ટેક્સટાઈલમાં રહેતો ૨૦ વર્ષીય યુવક બીજા માળેથી પાન માવો થુકવા જતા નીચે પટકકાતા ગંભીર ઇજા થતાં તેનું મોત થયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જયદીપસિંગ રજુસિંગ લોઢી (ઉ.વ.૨૦., રહે.કામધેનુ ટેક્ષટાઈલ, માંકણા ગામ, તા.કામરેજ) મજૂરી કામ કરી પોતાનાં પરીવારનું ગુજરાન ચલાવતો હતો. જયારે જયદીપસિંગ ટેક્સટાઈલનાં બીજા માળે હતો. જે દરમ્યાન પાન માવો ખાઈને થુંકવા જતાં પગ લપસી જતા તે બીજા માળેથી નીચે પટકાતા ગંભીર ઈજા થઈ હતી. જેથી તેનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે કામરેજ પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application