કામરેજ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૪/૦૪/૨૦૨૧ ના રોજ હલધરૂગામ, હળપતિવાસની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યા પડાવમાં, કામરેજમાં રહેતા કાગડાભાઇ મોતીયાભાઈ વળવીના ૨૭ વર્ષીય પુત્રી ઝાયલાબેન વળવી કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે.
તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે શ્યામવર્ણના, ઉંચાઈ ૪.૮ ફૂટ છે. તેમણે શરીરે ભૂરા કલરનું ટી-શર્ટ તથા લાલ રંગની લેગીન્સ પહેરેલી છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા કામરેજ પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500