સુરત શહેરમાં આવેલ પ્રાણીસંગ્રહાલયમાં દર વર્ષે દિવાળી વેકેશન દરમિયાન ભારે ભીડ જોવા મળતી હોય છે ત્યારે આ વર્ષે પણ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન હજારોની સંખ્યામાં લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી અઠવાડિયા દરમિયાન 96 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી સુરત શહેરમાં હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે લોકો પોતાના વતન અને અન્ય જગ્યાએ ફરવા માટે નીકળી ગયા છે.
જોકે સુરતમાં જ રહેલ લોકો વિવિધ જગ્યાએ ફરવા જઈને સમય પસાર કરી રહ્યા છે જેમાં લોકો માટે પ્રિય એવું સુરતનું સરથાણા વિસ્તારમાં આવેલ પ્રાણી સંગ્રહાલય છે જ્યાં રોજિંદા લોકો ફરવા માટે આવે છે જેમાં ખાસ કરીને બાળકો માટેનું પ્રિય સ્થાન છે જ્યાં દર વર્ષે દિવાળી વેકેશન દરમિયાન લાખોની સંખ્યામાં લોકોને અવર-જવર થતી હોય છે ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકોએ પ્રાણીસંગ્રહ લઈને મુલાકાત લીધી હતી.
છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો પ્રાણી સંગ્રહાલયમાં કુલ 96 હજાર લોકોએ મુલાકાત લીધી છે અને હજુ પણ સતત લોકો પ્રાણી સંગ્રહાલય ખાતે ફરવા માટે આવી રહ્યા છેમાત્ર એક અઠવાડિયામાં જ પાલિકા સંચાલિત પ્રાણીસંગ્રહાલય માં 28 લાખથી વધુની આવક થઈ હતી પ્રાણીસંગ્રહાલયમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ મૂકવામાં આવ્યા છે જેમાંના બેંગોલ ટાઈગર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે જોકે વિવિધ પ્રાણીઓને જોવા માટે રોજિંદા લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500