Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝહીર ખાને 'ઈમ્પેક્ટપ્લેયર' નિયમ પર ઉઠાવ્યા સવાલ, આ નિયમ ચર્ચાનો વિષય છે, ચોક્કસપણે થોડી ચિંતા પણ છે

  • April 20, 2024 

આઈપીએલની ગત સિઝનમાં 'ઈમ્પેક્ટપ્લેયર'નો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ ટીમો મેચ દરમિયાન પોતાના એક ખેલાડીને બદલી શકે છે. વાસ્તવમાં આ નિયમ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાને પોતાની પ્રતિક્રિયા આપી છે. જિયો સિનેમા પર ઝહીર ખાને કહ્યું કે હું સંપૂર્ણ રીતે સંમત છું કે આ ચર્ચાનો વિષય છે, ચોક્કસપણે થોડી ચિંતા છે, પરંતુ આપણે તેનો સામનો કરવાનો રસ્તો શોધવો પડશે. આ સિવાય ઝહીર ખાનનું માનવું છે કે ઈમ્પેક્ટપ્લેયરના નિયમ હેઠળ માત્ર કામ ચલાઉ ઓલરાઉન્ડર જ ઉપલબ્ધ રહેશે. તેથી, ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલરે ઇમ્પેક્ટપ્લેયર નિયમ પર સવાલો ઉઠાવ્યા છે. તેમજ ઝહીર ખાને ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેણે કહ્યું કે મોહમ્મદ સિરાજને ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાંજસપ્રીતબુમરાહની સાથે હોવો જોઈએ. આ બે બોલરો સિવાય અર્શદીપસિંહને ટીમ ઈન્ડિયાનો હિસ્સો બનાવવો જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application