વ્યારાના પૂર્વપટ્ટી જંગલના અંતરિયાળ વિસ્તારના ગામોમાં દેશી રાસાયણિક દારૂના ભઠ્ઠાઓ બંધ કરવા માટે તાપી એસપીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જો દિન સાતમાં આ દારૂના ભઠ્ઠાઓ બંધ ન થાય તો જનતા રેડ કરવાની ચીમકી પણ અપાઇ હતી.
એક વર્ષની અંદર ૬ થી ૭ જેટલા યુવાનો રાસાયણિક દારૂના લીધે મૃત્યુ પામેલ છે.
વ્યારા તાલુકા પંચાયત સભ્યએ તાપી એસપીને લેખિતમાં રજૂઆત કરતા જણાવવામાં આવ્યું છે કે,વ્યારા તાલુકાના પૂર્વપટ્ટી જંગલ અંતરિયાળ વિસ્તારના ૧૧ ગામો જેવા કે ચીચ બરડી,ઝાંખરી,વાલોઠા,વડપાડા,રાણી આંબા,ઢોંગી આંબા, બીરબરા,નાનાસાતસિલા, ભૂરીવેલ,છેવડી,ઢોલીઉંમર જેવા ગામોમાં દેશી રાસાયણિક દારૂના ભઠ્ઠાઓ ૨૪ કલાક ચાલતા હોય યુવકો દારૂના રવાડે ચડી ગયેલ હોય.આ ગામો પૈકી એક વર્ષની અંદર ૬ થી ૭ જેટલા યુવાનો રાસાયણિક દારૂના લીધે મૃત્યુ પામેલ છે.
ગત વર્ષ ૨૦૧૯-૨૦માં જનતા રેડ આ ગામોમાં કરવામાં આવી હતી અને રાસાયણિક દારૂના ભઠ્ઠાઓ બંધ કરવામાં આવ્યા હતા.
તા.૨૦મી જુલાઈના દીને વ્યારા ના ચીચબરડી ગામનો ૨૬ વર્ષીય યુવક રાસાયણિક દારૂના સેવનના લીધે મૃત્યુ પામેલ છે, જેથી ગામના આગેવાનો અને વડીલો જોડે ચર્ચા કરી આ તમામ ગામોમાં રાસાયણિક દારૂ બંધ કરવા અરજ કરવામાં આવી છે, ગત વર્ષ ૨૦૧૯-૨૦માં જનતા રેડ આ ગામોમાં કરવામાં આવી હતી અને રાસાયણિક દારૂના ભઠ્ઠાઓ બંધ કરવામાં આવ્યા હતા.પરંતુ ઉપરોક્ત ગામોમાં કોઈકના મેળાપીપણામાં રાસાયણિક દારૂનું વેચાણ ફરી ચાલુ વર્ષમાં પાછું શરૂ કરવામાં આવ્યું છે જેની સામે કાયદાકીય પગલાં લેવા માંગ કરવામાં આવી હતી. સાત દિવસની અંદર તંત્ર દ્વારા દારૂના ભઠ્ઠાઓ અને રાસાયણિક ગોળના વેપારીઓ સામે પગલા નહીં લે તો જનતા રેડ કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500