લોકસભાની ચૂંટણીને લઈને નિયમ અનુસાર હથિયાર જમા કરાવી દેવાના હોય છે. જોકે અમૂક અસામાજિક તત્ત્વો નિયમોને ઘોળીને પી ગયા હોય તે રીતે ઘાતક હથિયારો સાથે લોકો સામે રૌફ દેખાડતાં ફરતાં હોય છે. ત્યારે આવી જ એક ઘટના લિંબાયતમાં બની હતી. નીલગીરી ખાતે આવેલી શ્રીનાથ સોસાયટી-2માં હથિયાર સાથે લોકોને ધમકાવનારને CCTVનાં આધારે પોલીસે ઝડપી લીધો હતો. શહેરમાં પરપ્રાંતી વિસ્તારો પોલીસને પરસેવો પડાવી રહ્યા છે. તેમાં લિંબાયતમાં યુવાન ચાકુ સાથે લોકોને ધમકાવતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો.
લિંબાયતના નીલગીરી વિસ્તારમાં સમાધાન બાગુલ નામના વ્યક્તિનો આતંક ફેલાયો હોવાનું સામે આવ્યું હતું. આ અસામાજિક તત્ત્વએ સોસાયટીમાં રેમ્બો છરા સાથે નીકળી લોકોને ધમકાવ્યા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. પણ આવાં તત્ત્વોને પોલીસનો કે કાયદાનો કોઈ ડર ન હોવાનું સામે આવ્યું છે. આવાં તત્ત્વો પર પોલીસ કાર્યવાહી કરે તેવી લોકોની માંગ ઊઠી છે. દરમિયાન લિંબાયત પોલીસે આ અસામાજિક તત્ત્વની ધરપકડ કરીને તેને પોલીસ લોકઅપમાં ધકેલ્યો હતો. લિંબાયત નીલગીરી શ્રીનાથ સોસાયટી-2માં એક ઈસમ ચપ્પુ સાથે દેખાયો હતો. જેમાં આરોપીને ઝડપી લઈને પોલીસે હથિયાર પણ તેની પાસેથી કબ્જે કર્યું હતું. સાથે જ તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી સાથે કોણ કોણ હતું તથા કોઈ ગેંગ ચલાવે છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application