તાપી જિલ્લાનાં કુકરમુંડા તાલુકામાં સમાવેશ હથોડા ગામની સીમમાં આવેલ તાપી નદી ઉપર મહારાષ્ટ્રના શાહાદા તાલુકામાં આવેલ વડાળી ગામનાં રહેવાસી 27 વર્ષીય યુવક તાપી નદીના પાણીમાં છલાંગ લગાવી હતી જે યુવકનું મૃતદેહ નિઝર તાલુકાના જુના અંતુર્લી ગામની સીમામાંથી પસાર થતી તાપી નદીના કિનારેથી મળી આવેલ હોવા અંગેનો બનાવ નિઝર પોલીસ મથકમાં નોંધાયો હતો જેથી નિઝર પોલીસે મૃત હાલતમાં મળી આવેલી યુવકનો કબ્જો લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલ વડાળી ગામનો રહેવાસી રવિન્દ્રભાઈ કૃષ્ણદાસભાઈ ચવ્હાણ (ઉ.વ.27) જેઓ છેલ્લા એકાદ વર્ષથી મહારાષ્ટ્રના તળોદા ગામમાં કૃષિ માર્કેટિંગનું કામ કરતો હતો અને જે યુવકે ગત તારીખ 11/12/2023ના રોજ રાત્રિના આશરે સાડા નવેક વાગ્યાનાં અરસામાં તળોદા તાલુકાનાં મોરવાડ ગામનાં રહેવાસી ગણેશભાઈ પાટીલને ફોન કરી જણાવેલ હતું કે, ‘ભાઈ આ છેલ્લો ફોન કરું છું ફોઈને કહી દેજો હું કૂદી જાઉં છું. તેમ કહી પોતાના કબજાની બાઈક નંબર MH/39/AG/6129ને કુકરમુંડા તાલુકાના હથોડા ગામની સીમમાં આવેલ તાપી નદીનાં પુલ ઉપર મૂકી કોઈ અગમ્ય કારણસર જાતે તાપી નદીના ઊંડા પાણીમાં ઉડી ગયેલ હોય જે યુવકનો મૃતદેહ જૂના અંતુર્લી ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીનાં પાણીમાં કિનારે મળી આવી હતી જેનો કબજો નિઝર પોલીસે લઈ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application