નવસારીના બીલીમોરાના ધકવાડા ગામના યુવકને મની લોન્ડરિંગના કેસમાં ફસાવી ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપી ભેજાબાજોએ રૂપિયા ૨.૭૨ લાખ પડાવી લેતા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, બીલીમોરાના ધકવડા ગામે નંદનવન સોસાયટીમાં રહેતો જીગરકુમાર મહેન્દ્રભાઈ વાઢુ (ઉ.વ.૩૦)ના મોબાઈલ ઉપર જુદા-જુદા નંબરો પરથી ફોન આવ્યા હતા અને તેને ધમકાવ્યો હતો કે, ઈલલીગલ પ્રવૃત્તિમાં તમારી સામેલગીરી જણાઈ આવે છે અને તમારી સામે હૈદરાબાદ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે, તમારા સ્ટેટે બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં મની લોન્ડરિંગમાં તમારી સામિલગીરી હોવાનું કહી તમારી તપાસ અને પૂછપરછ કરવી પડશે.
બાદમાં વ્હોટ્સએપ ઉપર એરેસ્ટ વોરંટ મોકલ્યો હતો. કોઈ વિજય નામના વ્યક્તિએ પોલીસ યુનિફોર્મમાં વ્હોટ્સએપ કોલ કરી તમારા બેંક ખાતાની અને પ્રોપર્ટીની તપાસ કરવી પડશે એવી રીતે દબાણ આપી પહેલા રૂપિયા ૫૦ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ માટે બીજા રૂ.૨૨ હજાર મળી થોડા-થોડા કરીને કુલ રૂપિયા ૨.૭૨ લાખ ડાઈ એન્ટરપ્રાઈઝ નામના ખાતામાં જીગરે ઓનલાઈન અને આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. જોકે કોઈની સાથે પણ વાતચીત ન કરવી અને તમારા ઉપર સતત વોચ રખાઈ રહ્યાનું જણાવી ભેજાબાજોએ જીગરને બે દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા ૨.૭૨ લાખ પડાવી લીધા હતા. જેની જીગરને ખાતરી થતાં તેને અજાણ્યાઓ વિરુદ્ધ બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application