Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજન્ટાની ગુફા નજીક સેલ્ફી લેતા યુવકે સંતુલન ગુમાવતા નીચે પડયો, નીચે પડવા છતાં યુવકનો આબાદ બચાવ થયો

  • July 25, 2023 

ઔરંગાબાદ નજીક અજન્ટાની ગુફાઓ નજીક ઉંચેથી પડતા ધોધની પાસે જઇ સેલ્ફી લેતા યુવકને સંતુલન ગુમાવતા ધોધની સાથે 70 ફૂટ નીચે પડયો હતો, પરંતુ તે આબાદ બચી ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, જળગાંવ જિલ્લાનાં નાંદાતાંડા ગામનો ગોપાલ ચવ્હાણ તેના ચાર મિત્રો સાથે ગતરોજ અજન્ટાની ગુફાઓ જોવા પહોંચ્યો હતો. ગુફાની સામે જ ચોમાસામાં પડતાં પાણીના ધોધને જોવા માટે પર્યટકોની ભીડ જામી હતી. તે વખતે ગોપાલ ધોધની નજીક જઇ સેલ્ફી લેવા ગયો એ વખતે બેલેન્સ ગુમાવતા ધોધ સાથે નીચે પડયો હતો. તેના દોસ્તોએ બૂમાબૂમ કરી મૂકતા ગુફાના ગાર્ડ્સ દોડી આવ્યા હતા અને તરત પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.



યુવકનાં નસીબ સારા કે ધોધની નીચેનાં સપ્તકુંડમાં પાણી ઉંડુ હોવાથી પછડાટ નહોતી વાગી અને તરતા આવડતું હોવાથી તરીને દૂર એક ખડક પાસે જઇને મદદ મળે તેની રાહ જોઇને ઉભો રહ્યો હતો. ત્યાર પછી કુંડનાં કિનારેથી દોરડાની મદદથી ખેંચીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો. અજન્ટાની ગુફા પાસે ધોધ જોવા માટે ચોમાસામાં પર્યટકોની ભીડ વધી જાય છે. ધોધની નજીક જઇ સેલ્ફી લેતા ટુરિસ્ટોને અને ધોધમાં નહાતા લોકોને સિક્યોરિટીવાળા વારંવાર ચેતવણી આપતા હોય છે છતાં કોઇ દાદ નથી આપતું. આથી આર્કિયોલોજીક્લ સર્વે સોફ ઇન્ડિયા (એ.એસ.આઇ.) અને પોલીસ તરફથી સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application