Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લીંબી ગામનાં સબસીડી ફળિયાનાં વળાંક પાસે સર્જાયેલ અકસ્માતમાં યુવકનું મોત

  • January 09, 2025 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં લીંબી ગામનાં સબસીડી ફળિયાનાં વળાંક પાસે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટેમ્પો ચાલકે મોપેડ બાઈકને સામેથી ટક્કર મારતાં મોપેડ ચાલકનું સારવાર બાદ મોત નિપજ્યું હતું, જયારે મોપેડ પર સવાર બે જણા ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે ઉકાઈ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં શેરૂલા ગામનાં શેરૂલામુનકીયા ફળિયામાં રહેતા દાનીયેલ ઉર્ફે દાનુ શંકરભાઈ વસાવા ગત તારીખ ૨૩/૧૨/૨૦૨૪ નાંરોજ પોતાના કબ્જાનો બોલેરો પીકઅપ ટેમ્પો નંબર જીજે/૧૯/એક્ક્ષ/૩૯૩૦ને લીંબી ગામનાં સબસીડી ફળિયાનાં વળાંક પાસે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રહ્યા હતા.


તે સમયે રાહુલભાઈ દિલીપભાઈ વસાવા (રહે.લીંબી ગામ, નાનીપીપળી ફળિયું, સોનગઢ)ની મોપેડ બાઈક નંબર જીજે/૨૬/એએચ/૨૨૩૦ને સામેથી ટક્કર મારીએ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં મોપેડ બાઈક ચાલક રાહુલભાઈ રોડ ઉપર પડી જતાં તેને કપાળનાં ભાગે અને માથાનાં ભાગે ઈજા પહોંચી હતી તેમજ બાઈકની પાછળ બેસેલ વિપુલભાઈ ફતેસિંગભાઈ વસાવાને પગના ઘૂંટણનાં ભાગે તથા કપાળનાં ભાગે ઈજા પહોંચી હતી જયારે અજયભાઈને પણ ગળાના ભાગે ઓછીવત્તી ઈજાઓ પહોંચી હતી. જોકે આ અકસ્માતમાં મોપેડ બાઈક ચાલક રાહુલભાઈનું સારવાર બાદ તારીખ ૦૫/૦૧/૨૦૨૫નાં રોજ વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકનાં પિતા દિલીપભાઈ વસાવાએ તારીખ ૦૭/૦૧/૨૦૨૪નાં રોજ ઉકાઈ પોલીસ મથકે પીકઅપ ટેમ્પો ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application