Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યાજખોરના ત્રાસથી યુવકે જીવન ટુકાવ્યું, ત્રણ આરોપીની ધરપકડ

  • August 13, 2023 

વ્યાજખોરોની સતત ઉઘરાણીથી કંટાળીને યુવકે જીવન ટૂંકાવી  લેતા વાડી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


વાડી નાલબંધવાડા ખરાદીવાડમાં રહેતા સિદ્દિકઅહેમદમીંયા સૈયદ મજૂરી કામ કરે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારે બે દીકરા અને દીકરીમાં સૌથી મોટો દીકરો સાહિલ છૂટકમાં એલઈડી બોર્ડનું કામ કરતો હતો. ગત ૭મી તારીખે બપોરે દોઢ  વાગ્યે  હું મારા ઘરે જમવા બેઠો હતો.  બપોરે બે વાગ્યે મારો નાનો દીકરો ઉપરના માળે ગયો ત્યારે તેણે સાહિલને સીલીંગ ફેનના હુક સાથે ગળાફાસો ખાધેલી હાલતમાં જોયો હતો.


સાહિલે આવું પગલું ભરવાનું કારણ એવું છે કે, તે ઓનલાઈન આઈડીથી મોબાઇલમાં સટ્ટો રમતો હતો.જેમાં તેને દેવુંં થઈ જતા આથક ભીંસમાં આવી ગયો હતો.મારા ભાઈ  ઇદ્રીશ અહેમદમીંયા સૈયદની માલિકીનું ટુ વ્હીલર છે. જે મારો દીકરો ચલાવતો હતો. મારા દીકરાને સટ્ટા માટે પૈસાની જરૃર પડતા તેણે તૌકીર ખાન પઠાણ(રહે.તાંદલજા કિસ્મત ચોકડી નજીક ) પાસે  દોઢ મહિના પહેલા બાઈક ગીરવે મૂકી ૨૦ હજાર  માગ્યા હતા. પરંતુ,  તૌકીરે મારા દીકરાને માત્ર ૧૮ હજાર આપી બે હજાર વ્યાજના કાપી લીધા હતા.  મારા દીકરા પાસે પૈસાની સગવડ થતા તેણે તૌકીર પઠાણને ૨૦ હજાર  વ્યાજ સહિત પરત આપી ગીરવે મૂકેલી બાઈક છોડાવી લીધી હતી. ત્યારબાદ મારા દીકરાએ મોહમ્મદહુસેન (રહે. તાંદલજા ગુજરાત ટ્રેક્ટર નજીક) પાસેથી  ટુ વ્હીલર  ગીરવે મૂકી ૨૫ હજાર  લીધા હતા. તે ટુ વ્હીલર  મોહમ્મદ હુસેનનો ભાઈ વાપરે છે.



 ગત ૭મી તારીખે બપોરે  અમે જમવા માટે ભેગા થયા હતા.  તે દરમિયાન સાહિલના મોબાઇલમાં સતત રીંગ વાગતી હતી અને તે ફોનમાં વાતો કરતો હતો અને વાતો કરતા કરતા ઉપરના ત્રીજા માળ તરફ ગયો હતો. અને ત્યારબાદ તેણે ફાંસો ખાઈ લીધો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News