સુરત જિલ્લાનાં સાયણ-શેખપુર રોડની એક ખાનગી કંપનીમાં ટાંકીમાંથી ગંદુ પાણી કાઢવા સબ મર્શીબલ પંપ ચાલુ કરતા પશ્ચિમ બંગાળના શ્રમિક યુવાનને વીજ કરંટ લાગતા તેનું મોત કરૂણ થયું હતું. મુળ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાનો શ્રમિક સેમીઉલ મતલુ મિયાં (ઉ.વ.૧૯) હાલમાં સાયણ-શેખપુર રોડ ઉપર દિવાળી બાગ પાર્કના એસ્ટેટમાં આવેલ એસ.એચ.જી.વોટર રીસાઈકલીંગ કંપનીમાં નોકરી કરી ત્યાં રૂમમાં રહેતો હતો.
જોકે શનિવારે સેમીઉલ મતુલ મિયાં કંપનીની ટાંકીમાંથી ગંદુ પાણી કાઢવા સબ મર્શીબલ પંપ ચાલુ કરવા સ્વીચ બોર્ડનું બટન ચાલુ કર્યું હતું. તે સમયે સબ મર્શીબલમાં ઈલેક્ટ્રીક ખામી સર્જાતા અચાનક પાણીમાં વીજ કરંટ ચાલુ થવાથી સેમિઉલ મિયાંના પગના તળીયામાં વીજ કરંટ લાગયો હતો. જેથી તેને સારવાર અર્થે વેલંજા રંગોલી ચારરસ્તા ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે સેમીઉલને તપાસી સાંજના સુમારે મૃત જાહેર કર્યો હતો. આ બાબતે મૃતક સાથે કામ કરતાં વતનના જિલ્લાના મોહંમદ આસીફ કરીમે ઓલપાડ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application