Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : અજાણ્યા વાહન અડફેટે યુવકનું સારવાર દરમિયાન મોત

  • October 15, 2024 

ગાંધીનગર શહેરના સેક્ટર-૪માં રહેતા યુવાનો જીવ ગયો છે. સેક્ટર-૭ પોલીસ મથકે થયેલી ફરિયાદ પ્રમાણે, સેક્ટર-૪માં રહેતા અને પેથાપુરમાં ઇલેક્ટ્રીકલ વ્યવસાય કરતા ૨૮ વર્ષના પ્રકાશભાઇ માળી ગત બુધવારે રાબેતા મુજબ સવારે મોપેડ લઇને પેથાપુર ગયા હતા. રાત્રે પરત ઘરે ફરી રહ્યા હતા તે દરમ્યાન સાડા આઠ વાગ્યાની આસપાસ તેમના સે-૫-૬ના ચાર રસ્તા પાસે ગ-રોડ ઉપર કોઇ અજાણ્યા વાહનની ટક્કરે પ્રકાશભાઇ નીચે પટકાયા હતા. જેના પગલે તેમને જમણાં કાંડમાં તથા લીવરના ભાગમાં ગંભીર ઇજાઓ થઇ હતી. તાત્કાલિક સ્થાનિકો ઇજાગ્રસ્ત આ યુવાનને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે બે ખાનગી હોસ્પિટલમાં પણ છેલ્લા ચાર દિવસ દરમ્યાન આ અકસ્માતગ્રસ્ત યુવાનને સઘન સારવાર આપવામાં આવી હતી. જોકે  સારવાર દરમિયાન પ્રકાશભાઇનું મોત નિપજ્યું હતું. જેથી તેમના નાના ભાઇની ફરિયાદને પગલે સેક્ટર-૭ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application