Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જહાંગીરપુરામાં બે દિવસ પહેલા જ વતનથી આવેલા યુવકે ફાંસોખાઈ આપઘાત કર્યો

  • January 04, 2021 

જહાંગીરપુરા વૈષ્ણોદેવી કેનાલ રોડ વિસ્તારમાં રહેતા અને બે દિવસ પહેલા જ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં માતા-પિતાને પરત સુરત આવેલા યુવકે પોતાના ઘરમાં ફાંસોખાઈ આપઘાત કરી લીધો હતો. વનતથી પિતાઍ હાલચાલ પુછવા માટે ફોન કરવા છતાંયે ફોન નહી ઉપાડતા કશું અજુગતુ થયું હોવાની આશંકા સાથે પિતાઍ તેના મિત્રોને જાણ કર્યા બાદ ઘરે તપાસ કરતા બેડરૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો.ઍકના ઍક દીકરાના મોતના સમાચાર સાંભળી માતા-પિતા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

 

 

 

જહાંગીરપુરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જહાંગીરપુરા વૈષ્ણોદેવી કેનાલ રોડ સ્વરાજ સંગીની ખાતે રહેતા ધર્મેશ ઈશ્વરભાઈ યેરાયલે (ઉ.વ.૨૪) તેના ફોઈના છોકરા સાથે હીરાના કારખાનામાં હીરા ઘસવાનું શીખવા માટે જતો હતો. દરમિયાન ધર્મેશે રાત્રે નવેક વાગ્યે પોતાના ઘરમાં ફાંસોખાઈ આપઘાત કર્યો હતો. મૂળ મહારાષ્ટ્રના રાયગઢના ધર્મેશના પિતા ઈશ્વરભાઈ બોમ્બે માર્કેટમાં નોકરી કરતા હતા. જોકે, લોકડાઉન બાદ નોકરી છૂટી જતા તેઓ ગામ રાયગઢ ચાલી ગયા હતા. દીકરો ધર્મેશ પણ ત્યાં જ હતો. બે દિવસ પહેલા જ સુરત પાછો આવ્યો હતો. ધર્મેર્શ પરત સુરત આવવા માટે જીદ કરી ૨ હજાર રૂપિયા માંગતા પિતાઍ રૂપિયા ૨૭૦૦ આપ્યા હતા. ઈશ્વરભાઈઍ  શુક્રવારે ફોન કરતા ધર્મેશે ફોન ઉપાડ્યો ન હતો. ઍટલે ઈશ્વરભાઈઍ સુરતમાં રહેતી તેની દીકરીને ફોન કરી જાણ કરી ભાઇનો સંપર્ક કરવા કહ્યું હતું.

 

 

 

દીકરીઍ ત્યારે કહ્યું હતું કે, પપ્પા ચિંતા ન કરો બપોરે જમીને સૂઇ ગયો હશે, સાંજે હું ફોન કરીશ અને દીકરીઍ સાંજે ફોન કરી ધર્મેશ તેનો પણ ફોન ઉપાડતો ન હોવાનુ કહેતા ઈશ્વરભાઈને કશુ અજુગજુ થયું હોવાની શંકા જાત તરત તેના મિત્રોને ઘરે તપાસ કરવા મોકલ્યા ત્યારે ખબર પડી કે, ધર્મેશની ગાડી ઘર બહાર છે. ચપ્પલ છે બેડ રૂમની લાઇટ ચાલુ હતી અને અંદર તપાસ કરતા ધર્મેશ પંખા સાથે દુપટ્ટો બાંધી લટકતો હતો. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.વધુમાં ધર્મેશે અગાઉ પણ ચોથા માળેથી કુદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application