Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીના મોવાછી ગામના યુવકે ખેતરમાં ઝેરી દવા પી આપઘાત કર્યો

  • January 24, 2025 

બારડોલી તાલુકાના મોવાછી ગામે જૂના હળપતિવાસ ફળિયામાં રહેતા રાકેશ ઠાકોર નામના ૨૨ વર્ષીય યુવાને ખરવાસા ગામ રોડ પર આવેલા ખેતરમાં જઈ ઝેરી દવા પી લેતા તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. રાકેશે તેની પ્રેમિકા મનીષા સાથે થયેલી બોલાચાલીથી ખોટું લાગી આવતા ઝેરી દવા પીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.


માહિતી મુજબ, બારડોલી તાલુકાના મોવાછી ગામે જૂના હળપતિવાસ ફળિયામાં રહેતા રાકેશભાઈ રતનજીભાઈ ઠાકોરને મનીષા નામની છોકરી સાથે છેલ્લા ઘણા સમયથી પ્રેમસંબંધ ચાલતો હતો. આ બંને પ્રેમી યુગલ વારંવાર મળતા હતા. આ દરમિયાન ગત તા.૧૭-૦૧-૨૦૨૫ના રોજ રાકેશ ઠાકોર અને તેની પ્રેમિકા મનીષા વચ્ચે કોઈક કારણસર ઝઘડો થયો હતો. જેથી રાકેશને માઠું લાગી આવતા તેણે બારડોલીના ખરવાસા ગામના રોડ પર આવેલા ખેતર પાસે જઈને ઝેરી દવા પી લીધી હતી. તેને ગંભીર હાલતમાં પ્રથમ બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર માટે લેવાયો હતો. ત્યાંથી વધારે સારવાર માટે રાકેશને સુરતની ઉધના દરવાજા પાસેની એપલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાં સારવાર દરમિયાન રાકેશ મૃત્યુ પામતા સુરત શહેર સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં રાકેશના મોત બાબતે ઝીરો નંબરથી ફરિયાદ પોલીસે નોંધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application