Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગરમાં એરફોર્સ અધિકારીની પરીક્ષામાં બોગસ ડોક્યુમેન્ટ સાથે યુવક પકડાયો

  • April 20, 2025 

ગાંધીનગર શહેરનાં સેક્ટર-૨૫માં આવેલ એરફોર્સ સિલેક્શન બોર્ડમાં અધિકારીની પરીક્ષા આપવા માટે આવેલો મધ્યપ્રદેશનો યુવાન બોગસ ડોક્યુમેન્ટ સાથે પકડાયો હોવાની વિગતો બહાર આવી છે. જેના આધારે તેની સામે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ગાંધીનગર શહેરના સેક્ટર-૨૫માં આવેલા એરફોર્સ સિલેક્શન બોર્ડ ખાતે ૧૪થી ૧૮ એપ્રિલ દરમિયાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અહીં ફરજ બજાવતા સાર્જન્ટ રવીન્દ્ર પ્રકાશ આમલેને એક ઉમેદવાર પર શંકા ગઈ હતી.


જેથી મધ્યપ્રદેશના ઈન્દોરના પટેલનગર વિસ્તારના રહેવાસી આશિષસિંહ જીતેન્દ્રસિંહ તોમરના ડોક્યુમેન્ટ્સની તપાસ કરતાં તેના ડિજિલોકરમાં રહેલા દસ્તાવેજો અને રજૂ કરેલા દસ્તાવેજોમાં તફાવત જણાયો હતો. ધોરણ-૧૨ની માર્કશીટમાં ફિઝિક્સ, મેથેમેટિક્સ અને કેમેસ્ટ્રી વિષયો દર્શાવ્યા હતા, જ્યારે અસલ માર્કશીટમાં આ વિષયો જ ન હતા. પૂછપરછ દરમિયાન આશિષસિંહે કબૂલ્યું હતું કે, તેણે પરિવારને મદદરૂપ થવા માટે નોકરી મેળવવાના ઈરાદે એનસીસીનું સી-સટફિકેટ, બીટેકની ચારેય વર્ષની માર્કશીટ અને ગ્રેજ્યુએશન ડિગ્રી સટફિકેટ બનાવટી બનાવ્યા હતા. એનસીસીના સટફિકેટની ચકાસણી કરતાં તે બોગસ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આ અંગે ઉપરી અધિકારી હબીન થોમસના નિર્દેશ પર ઈન્ડિયન એરફોર્સ તરફથી સેક્ટર-૨૧ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે હાલ પોલીસ દ્વારા આ યુવાનની અટકાયત કરીને વધુ તપાસ કરવામાં આવી રહી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application