ચાલું વિમાનમાં બીડી સિગારેટ, દારુ સહિતની ચીજ વસ્તુઓને વ્યસન ઉપર પ્રતિબંધ હોવા છતાં કેટલાક મુસાફરો દ્વારા ચાલુ વિમાનમાં સ્મોકિંગ કરવાના બનાવો વધી રહ્યા છે. ઇન્ડિગો ફ્લાઇટના ટોયલેટમાં બીડી પીતો આન્ધ્ર પ્રદેશનો યુવક પકડાયો હતો. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને અમદાવાદ ડોમેસ્ટીર એરપોર્ટ ઉપર નોકરી કરતા સિક્યુરિટીએક્યુક્ટીવ સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા વૃ્રશ્વિકભાઇ સંજયકુમાર ચૌહાણ (ઉ.વ.૨૯)એ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આન્ધ્રપ્રદેશના વતની પોન્નારાસુ મલ્લિકાર્જુના ફુલ્લાઇપ્પા સામે ફરિયાદ નોંધાવી છે કે ,યુવક ઇન્ડિગો ફ્લાઇટમાં ચેન્નાઇથી મુસાફરી કરીને અમદાવાદ આવી રહ્યો હતો.
દરમિયાન ચાલું વિમાનમાં ટોયલેટમાં બીડી સળગાવીને પીતો હતો જેને લઇને મુસાફરોએ ચાલુ વિમાનમાં હાબોળો મચાવ્યો હતો આ પ્રમાણેનો મેસેજ મળતા વિમાન અમદાવાદ એરપોર્ટ ઉપર આવતા યુવકને પકડી પાડયો હતો અને તેની પાસેથી બીડી તથા માચીસ કબજે કરીને તેની સામે ફરિયાદ કરી હતી. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500