સુરતના સરથાણામાં પોલીસે 0.960 ગ્રામના ડ્રગ્સના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે રોકડ રૂપિયા સાથે 760 મોપેડ મળી કુલ 90 હજારથી વધુની મતા કબજે કરી છે. આ સાથે આરોપી યુવકને ડ્રગ્સ આપનારાની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
આરોપી પાસેથી મોપેડ,રોકડ અને ફોન મળ્યા
ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ દ્વારા 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે હેઠળ પોલીસ દ્વારા ડ્રગ્સનો વેપાર કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન પેટ્રોલિંગ સમયે સરથાણા પોલીસે બાતમીના આધારે 0.960 ગ્રામ ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરી છે. પકડાયેલા યુવક પાસેથી પોલીસે 9, 600 રૂપિયાનું ડ્રગ્સ, રૂ. 760 રોકડા, બે મોબાઇલ ફોન અને એક મોપેડ કુલ 90,360 રૂપિયાની મત્તા કબ્જે કરી હતી.
ડ્રગ્સનો જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કરાયો
આરોપીની પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે અને આ ડ્રગ્સ કોણે આવ્યું હતું? અને કેટલા સમયથી સપ્લાય કરે છે? તે અંગેની માહિતી મેળવી વધુ તપાસ આદરી છે. માહિતી મુજબ પોલીસ દ્વારા NDPS ગુના હેઠળ આગળની કાર્યવાહી શરૂ કરી છે અને ડ્રગ્સનો જથ્થો આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500