Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આપના ઉમેદવારે ચૂંટણી ડિપોઝિટ માટે લોકોપાસે 1-1 રૂપિયો માગ્યો, વિગત વારો જાણો

  • November 10, 2022 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. બીજી તરફ ઉમેદવારી ફોર્મ ભરવા માટેની પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલું છે. વડોદરામાં સયાજીગંજ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાસે ચૂંટણી લડવા માટે ભરવી પડતી 10 હજાર રૂપિયાની ડિપોઝિટ માટે માત્ર 1-1 રૂપિયો આપવા લોકોને સોશિયલ મીડિયામાં વિનંતી કરી છે.


આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાસે ડિપોઝિટની રકમ કરી દીધા છે. લોકોના સમર્થનથી એકઠી કરવા નિર્ણય કર્યો હતો. આ અંગે સ્વેજલ વ્યાસે કહ્યું હતું કે,'હું જનતાની મદદથી જ ડિપોઝિટ ભરીશ અને એટલે જ લોકો પાસેથી માત્ર 1 રૂપિયો જ લઉં છું. એક રૂપિયાથી વધુ કશું જ નહીં.'સોશિયલ મીડિયાનું કેમ્પેઇન ચાલુ કર્યાના બે કલાકમાં જ 9 હજાર રૂપિયા એકત્ર થઇ ચૂક્યા છે. તો અનેક એવા શુભેચ્છકોએ સ્વેજલને 51000 કે 11000 પણ આપ્યા હતા.




પરંતુ સ્વેજલ વ્યાસે 1 રૂપિયો રાખીને બાકીના રૂપિયા પરત આ રકમ એકઠી કરવા માટે સોસાયટીઓમાં ફરીને મારા સમર્થકો એક-એક રૂપિયો ઉઘરાવી રહ્યા છે,સાથે જ ઘણા લોકોએ ઓનલાઇન પેમેન્ટથી એક-એક રૂપિયો આપ્યો છે. 10 હજારની રકમ એકત્ર થયા બાદ કોઈપણ પ્રકારની રકમ લેશે નહિ તેવું પણ તેમણે જણાવ્યું હતું. ભાજપમાંથી પણ ઉમેદવાર જાહેર થાય ત્યારે આ કેવો જંગ જામશે એ ખબર પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News