ડાંગ જેવા વિશિષ્ઠ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા જિલ્લામા રોજગારીના સીમિત સ્ત્રોતો વચ્ચે જિલ્લાના યુવાનોને રોજગારલક્ષી, કારકિર્દીલક્ષી, અને અભ્યાસલક્ષી વિવિધ માહિતી અને માર્ગદર્શન પૂરુ પાડી શકાય તે માટે જિલ્લા રોજગાર કચેરી, આહવા ખાતે 'કેરીયર કોલ સેન્ટર' નો પ્રારંભ કરાયો છે.
સ્વામી વિવેકાનંદ જયંતિ એટલે કે 'રાષ્ટ્રીય યુવા દિવસ' ઉજવણી (તા.૧૨/૧/૨૦૨૧)થી રાજ્ય સમસ્તમા મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ 'રોજગાર સેતુ'ના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો છે. જેના ભાગરૂપે સમગ્ર દેશમા ગુજરાતની નવીન પહેલ એવા આ કાર્યક્રમમા કોઈ પણ રોજગારવાંછુ ઉમેદવારો 'કેરીયર કોલ સેન્ટર' નો નંબર ૬૩ ૫૭ ૩૯૦ ૩૯૦ ડાયલ કરીને તેમની જરૂરિયાત મુજબ રોજગારલક્ષી, વ્યવસાયલક્ષી, અભ્યાસલક્ષી, કે કારકિર્દીલક્ષી માહિતી અને માર્ગદર્શન મેળવી શકે છે.
આ ઉપરાંત જિલ્લા તથા જિલ્લા બહારના ખાનગી એકમોમા રહેલી ખાલી જગ્યાઓ, વિવિધ સરકારી ભરતીઓ, સંરક્ષણ ક્ષેત્રે થતી ભરતીઓ, સ્વરોજગારની યોજનાઓ, વિવિધ ભરતી મેળાઓ, કેરિયર કાઉન્સેલિંગ અને કેરિયર ગાઇડન્સ સહિતનુ માર્ગદર્શન મેળવી શકે છે. વિનામુલ્યે અપાતી આ સેવાઓનો ડાંગ જિલ્લાના યુવાનો વધુમા વધુ સંખ્યામા લાભ લે તે માટે જિલ્લા રોજગાર અધિકારી વિનોદ ભોયે દ્વારા અનુરોધ કરાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500