વાલોડ તાલુકાના એક ગામમાં રહેતી ૨૦ વર્ષની યુવતીને રૂપવાડા ગામે રહેતા ૨૫ વર્ષના યુવકે ઈન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કરીને યુવતી સાથે પ્રેમ સંબંધમાં લગ્ન કરવાની લાલચ આપી યુવતીના ઘરે અવારનવાર શરીર સંબંધ બાંધી યુવતીને ૭ માસની ગર્ભવતી બનાવી હતી. યુવાને યુવતીને લગ્ન કરવાની ના પાડી પોતાના ઘરે અન્ય યુવતી સાથે લીવ ઈન રિલેશનમાં રહેતા યુવતીએ ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વ્યારા તાલુકાના રૂપવાડા ગામે સંદીપ સુનિલભાઈ ચૌધરી (ઉ.વ.૨૫) પરિવાર સાથે રહે છે. જોકે દોઢ વર્ષ અગાઉ સંદીપ ચૌધરીને ૨૦ વર્ષની યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઉપર મિત્રતા થઈ હતી. સંદીપ ચૌધરીએ યુવતીને મળવા બોલાવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. સંદીપ ચૌધરીએ યુવતીને લગ્ન કરવાનું વચન આપી વિશ્વાસમાં લઈ યુવતીના ઘરે તેમજ યુવતીના ઘર નજીક આવેલા ખેતરમાં અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતી ૭ માસની ગર્ભવતી બનતા સંદીપ ચૌધરીને યુવતીએ લગ્ન કરવાનું કહેતા સંદીપ ચૌધરીએ યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી હતી તેમજ સંદીપ ચૌધરીએ પોતાના ઘરે અન્ય યુવતીને તેના પરિવાર સાથે રાખ્યા હતાં. જેની જાણ ગર્ભવતી યુવતીને થઈ હતી.
ગર્ભવતી યુવતીના પરિવારજનોએ સંદીપ ચૌધરીને અવારનવાર લગ્ન કરવાનું કહેવા છતાં ના પાડતા મામલો વાલોડ પોલીસ મથકે પહોંચ્યો હતો. બનાવ અંગે વાલોડ પી.આઈ.એ યુવતીની ફરિયાદ લઈ સંદીપ ચૌધરી વિરૂધ્ધ છેતરપિંડી કરી જાતીય સંબંધ બાંધી ગર્ભવતી કરી લગ્ન કરવાની ના પાડવા અંગે ગુનો નોંધી સંદીપ ચૌધરીની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500