સુરતના પુણાના આઇ માતા રોડ પર સવારે રોડ ક્રોસ કરતી મહિલાને બચાવવા જતા બાઇક સ્લીપ થઇ ગંભીર ઇજા પામેલા પલસાણા ગામના યુવાન પુજારીનું મોત નીંપજયુ હતુ. જોકે મહિલાને પણ ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
મળેલી વિગત મુજબ પલસાણામાં અંત્રોલીમાં નવુ ફળિયામાં રહેતા 36વર્ષીય અમિતગીરી રણજીતગીરી ગૌસ્વામી સવારે બાઇક પર ઉમરા વિસ્તારમાં કામ અર્થે જવા નીકળ્યા હતા. તે સમયે પુણાના આઇ માતા ચોક નજીક બીઆરટીએસ પાસે રોડ ક્રોસ કરતા ગીરજાદેવી (ઉ-વ- 40 - રહે- ગોડાદરા)ને બચાવવામાં તેમનું બેલેન્સ ખોરવાઇ જતા બાઇક સ્લીપ થતા તે રોડ પર પટકાતા ગંભીર ઇજા થઇ હતી. તે દરમિયાન ગીરજાદેવીને બાઇકની ટક્કર લાગતા ઇજા થઇ હતી. જોકે ઇજા પામેલા બંને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ફરજ પરના ડોકટરે અમિતગીરીને મૃત જાહેર કર્યા હતા. અમિતગીરીને બે સંતાન છે. તે અંત્રીલીના મંદિરમાં પુજા પાઠ કરતા હતા. આ અંગે પુણા પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application