નવસારીના ચીખલી તાલુકાના ખુંધ ગામે રહેતા મુકેશ ઉર્ફે ગિરીશ રાજેન્દ્ર ગૌતમ (ઉ.વ.૨૩, મૂળ રહે. મુગરાહ થાણા રુધૌલી, જિ. બસ્તી, યુપી)એ રાતે સાડા નવેક વાગ્યાના અરસામાં કોઈક અગમ્ય કારણોસર ખુંધ આઝાદનગર રહીમ કાલુ શેખના ભાડાના મકાનમાં લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ અંગેની ફરિયાદ પ્રદીપકુમાર હીરાલાલ ગૌતમ (હાલ રહે. ભીમપોર ચાર રસ્તા, નાની દમણ) અને મૂળ રહે. ગ્રામકરાયણ પો. ધાસન, તા. ભાનપુર, જિ. બસ્તી, યુપી)એ આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એચ.એસ. પટેલે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application