Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓલપાડનાં ઉમરા ગામનાં યુવકનું હાર્ટએટેકથી મોત

  • December 20, 2024 

સુરત શહેરનાં ઓલપાડ તાલુકાનાં ઉમરા ગામે એક સૌરાષ્ટ્રવાસી યુવકને અચાનક ડાબા હાથના ભાગે તથા છાતીમાં દુખાવો થયા બાદ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન હાર્ટએટેકથી મોત થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.

મૂળ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના વતની પરસોત્તમભાઈ રામજીભાઈ રાખોલીયા હાલમાં ઉમરા ગામે સૌરાષ્ટ્ર ગ્રીન સિટી સોસાયટીના મ.નં.એ-૧૪/ ૧૦૩માં રહી વેપાર કરે છે. તેમનો યુવાન પુત્ર દીપ (ઉ.વ.૨૬)નાને ગત તારીખ ૧૮/૧૨/૨૦૨૪નાં રોજ રાત્રે અચાનક ડાબા હાથે તથા છાતીમાં દુખાવો થતા તેને સારવાર અર્થે વેલંજા રંગોલી ચોકડી ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા બાદ વધુ સારવાર માટે સુરત શહેરમાં વરાછા રોડની એક ટ્રસ્ટની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે  રાત્રે દીપને તપાસી મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે મૃતકનાં પિતાએ જાણ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application