વાલોડ નગરમાં રહેતી એક સગીરાને નજીકનાં ફળિયામાં જ રહેતા એક યુવકે લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી હતી. જોકે, હાલ ભોગ બનનાર સગીરાએ નવજાત બાળકીને જન્મ આપતા સમગ્ર પ્રકરણ ખુલ્યું છે. જેમાં વાલોડમાં એક 15 વર્ષ 11 મહિનાની અનાથ સગીરા કે જેનાં માતા-પિતા ન હોવાથી બહેન સાથે રહેતી હતી.
જેને નજીકનાં ફળિયામાં રહેતા એક 18 વર્ષીય યુવકે ફોસલાવી હતી અને લગ્ન કરવાની લાલચ આપી નજીકમાં આવેલ આવાવરૂં જગ્યામાં લઇ જઈ અવાર-નવાર શરીર સંબંધ બાંધી સગીરાને ગર્ભવતી બનાવી હતી. જયારે આ સગીરાએ ગર્ભ ધારણ કર્યો હોવા છતાં બનાવ અંગેની જાણ નજીકમાં રહેતા કોઈપણ ઈસમને ન થતાં એ સમજી ન શકાય તેવી બાબત કહી શકાય.
જોકે, સગીરા વયની બાળકીએ 9 માસ થવા છતાં આ ઘટના બહાર આવી ન હતી, હાલ સગીરા વયની બાળકીએ એક નવજાત બાળકીને જન્મ આપ્યાં બાદ કેટલાંક દિવસો વીતી જવા છતાં પણ કોઈ વાત બહાર આવી ન હતી, સગીર વયની બાળકીએ નવજાત શિશુને જન્મ આપ્યો ત્યારબાદ પ્રકરણ બહાર આવ્યું હોવાથી ગંભીર ઘટના હોય આ તપાસ સીપીઆઇ એચ.જી.રબારી દ્વારા હાલ શરુ કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500