Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યોગી સરકાર જનતાને મફત ગેસ સિલિન્ડર આપશે

  • August 20, 2023 

2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. યોગી સરકાર 2022ની વિધાનસભા ચૂંટણીમાં આપેલા વચનને પૂર્ણ કરવા જઈ રહી છે. ઉજ્જવલા યોજના હેઠળ 1.75 કરોડ લાભાર્થીઓના ખાતામાં રૂપિયા જમા કરવાનું સરકાર વિચારી રહી છે. જેમાં યોગી સરકારે એક સિલિન્ડર માટે 914.50 રૂપિયા લાભાર્થીને ચૂકવવા પડશે.



આ ચુકવણી વર્ષમાં બે વાર કરવામાં આવશે. યોગી સરકાર દિવાળીમાં પહેલો હપ્તો મોકલવાની યોજના બનાવી રહી છે.આ સંદર્ભે લાભાર્થીઓના બેંક ખાતાઓને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે.ત્યારે હોળીમાં બીજું સિલિન્ડર આપવાની યોજના છે,તેના માટેના પૈસા પણ લાભાર્થીના ખાતામાં જમા થશે.




ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે હોળી અને દિવાળી પર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મફત સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું, પરંતુ ચૂંટણી પછી એક દિવાળી અને એક હોળી પસાર થઈ ગઈ,બીજી દિવાળી આવવાની છે,પરંતુ હજુ સુધી લાભાર્થીઓને સિલિન્ડર આપવામાં આવ્યા નથી.હવે 2024માં લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે, તેને ધ્યાનમાં રાખીને યોગી સરકારે લાભાર્થીઓને એલપીજી સિલિન્ડર આપવાની યોજના બનાવી છે.હાલમાં સિલિન્ડરની છૂટક અને સરેરાશ કિંમત 1144 રૂપિયા છે, કેન્દ્ર સરકાર તરફથી 230 રૂપિયાની સબસિડી મળે છે, જે ઘટાડવામાં આવે તો 914.50 રૂપિયા થઈ જાય છે.યોગી સરકાર લાભાર્થીઓને સિલિન્ડર માટે રૂ.914.50 ચૂકવવા પર સંમત થઇ છે.યુપી સરકાર હવે યોજનાના તે લાભાર્થીઓના ખાતામાં પૈસા મોકલશે, જેમના ખાતા આધાર સાથે લિંક કરેલા હશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application