નિયામકશ્રી, આયુષની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ-આહવા ખાતે કાર્યરત "વેલનેસ સેન્ટર" દ્વારા નવમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે પિમ્પરીની આશ્રમ શાળા ખાતે યોગ શિબિર યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય યોગ ડે’ની ઉજવણીનાં ઉપલક્ષમાં ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત શ્રેણીબદ્ધ કાર્યક્રમોનાં ભાગરૂપે પિમ્પરી આશ્રમ શાળા ખાતે ‘THE THEME OF INTERNATIONAL YOGA DAY 2023 IS "HUMANITY" વિષયક યોગ પ્રશિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ યોગિક ક્રિયાઓ કરાવવામાં આવી હતી. સાથે માનસિક રોગોમાં યોગ અને આયુર્વેદનું મહત્વ સ્પષ્ટ કરી વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ યોગ શિબિરનો ૨૩૪ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application