Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યોગ જાગૃતિ : તાપી પોલીસ વિભાગ દ્વારા વ્યારા પોલીસ સ્ટેશન-જનક નાકાથી સયાજી મેદાન સુધી બાઈક રેલી યોજાઇ

  • June 18, 2023 

આગામી 21 જુન “વિશ્વ યોગ દિવસ” “वसुधैव कुटुम्बकम”ની થીમ આધારિત વૈશ્વિક ઉજવણી થઈ રહી છે ત્યારે તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા યોગ અંગે જાગૃતતા કેળવવા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિક્ષકશ્રી તાપીના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વ્યારાની આગેવાની હેઠળ બાઇક રેલી યોજાઇ હતી. 


વિશ્વ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે આજરોજ વ્યારા પો.સ્ટે. જનક નાકાથી સયાજી મેદાન સુધી યોગ જાગૃતિ બાઈક રેલી યોજાઇ હતી. જેમાં 03 પોલીસ અધિકારીશ્રી તથા 110 જેટલી બાઈક સાથે 150 જેટલાં પોલીસ કર્મચારીઓ રેલીમાં સહભાગી થયા હતા. રેલીમાં પ્લેકાર્ડ તથા સુત્રોચ્ચાર દ્વારા નગરમાં યોગા અંગે લોકોને જાગૃત કર્યા હતા.નોધનિય છે કે, “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”અંગે નાગરિકોને જાગૃત કરવા સમગ્ર રાજ્યમાં - Pre – Events કરવામાં આવી હતી. આ પ્રિ- યોગા ઇવેન્ટનો મુખ્ય હેતુ ઇન્ટરનેશનલ યોગા ડે વિશે લોકોમાં જનજાગૃતિ આવે અને તા.21 જુન 2023 નિમિતે વધુમાં વધુ પ્રજાજનોની ભાગીદારી નોંધાય તથા યોગને પોતાના જીવનમાં સ્થાન આપવા પ્રેરીત કરવાનું છે. 


જે અન્વયે તાપી જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા અલગ અલગ દિવસે કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા તા.16 થી 21 જુન સુધી પીએચસી/સીએચસી ખાતે લોકોને યોગની માહિતી અને તાલીમ આપશે. યોગ બોર્ડ દ્વારા અલગ અલગ સ્થળોએ યોગા ટ્રેનરો દ્વારા તાલુકા કક્ષાએ યોગા કરાવાશે. જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં સવારે 6 વાગ્યાથી પંચાયત વિભાગના માર્ગદર્શન હેઠળ યોગા સેશન યોજાશે. તા.20મી જુને જિલ્લા સેવાસદનના બગીચા ખાતે સવારે 6.00 કલાકે તમામ કર્મચારી-અધિકારીઓ યોગા સેશનમાં સહભાગી થશે. તા.21મી જુને નગરપાલિકા સોનગઢ દ્વારા અગ્રેસન ભવન ખાતે સવારે 6.00 કલાકે, નગરપાલિકા વ્યારા દ્વારા રામતળાવ ખાતે સવારે 6.00 કલાકે તથા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વ્યારા સ્થિત દક્ષિણાપથ વિદ્યાલય ખાતે સવારે 6.00 કલાકે યોજાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application