માહિતી વિભાગ દ્વારા ડાંગ, ૯માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહેલા શ્રેણીબદ્ધ કાર્યક્રમોની શૃંખલાનો એક વધુ કાર્યક્રમ આહવા ખાતે યોજાઈ ગયો. 'યોગ'ને દૈનિક જીવનમાં સામેલ કરાવવાની કવાયતના ભાગરૂપે પ્રતિ વર્ષ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' પૂર્વે શ્રેણીબદ્ધ કાર્યક્રમો આયોજિત કરાતા હોય છે. જેમાં પ્રજાજનો ખુબ જ ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે. 'સાવચેતી એ જ સલામતી' એ નાતે ડાંગમાં પણ વિવિધ કાર્યક્રમો યોજવાનું આયોજન કરાયું છે.
જેના ભાગરૂપે ડાંગ પોલીસના ચુનંદા જવાનોની એક બાઇક રેલીએ આહવા ખાતે વ્યાપક જનજાગૃતિ કેળવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બાઈક રેલીને નાયબ પોલીસ અધિક્ષકએ ફ્લેગ બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આહવાની આ બાઈક રેલીમાં ૧૦૦ જેટલા બાઈક સવારો જોડાયા હતા. જેમણે આહવાના રાજમાર્ગ ઉપર 'યોગ' વિષયક સુત્રોચ્ચાર કરી વાતાવરણમાં ચેતના જગાવી હતી. રેલી પૂર્વે યોગ બોર્ડના યોગ પ્રશિક્ષકએ પોલીસ ગ્રાઉન્ડ પર જવાનોને યોગાભ્યાસ પણ કરાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application