હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે, મહારાષ્ટ્રના મરાઠવાડાના નાંદેડ જિલ્લાના મોહપુર ગામમાં પીળો વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળે છે. વિદર્ભમાં અને મરાઠવાડા વિસ્તારમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે કરા પડવાની ઘટનાઓ બની હતી. અમુક સ્થળોએ ગાઢ ધુમ્મસ પણ ફેલાઇ ગયું હોવાના સમાચાર મળે છે. હવામાન ખાતાએ એવી આગાહી કરી હતી કે, તા.31 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી-2022 સુધી મહારાષ્ટ્રમાં હવામાન સૂકું રહે તેવી શક્યતા છે. જોકે કોલાબામાં મહત્તમ તાપમાન 29.4 અને લઘુત્તમ તાપમાન 19.8 ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન 31.4 અને લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.જયારે મુંબઇમાં ઠંડા પવનો ફૂંકાયા હોવાથી વાતાવરણમાં ટાઢોડાનો અનુભવ થયો હતો. મરાઠવાડાના નાંદેડ જિલ્લાના મોહપુર ગામમાં 2021ની 28 ડિસેમ્બરે પીળો વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળે છે. મોહપુરના કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમારા ઘરના છાપરા ઉપર પીળા રંગના વરસાદી છાંટા જોવા મળ્યા હતા. પીળા રંગની વર્ષા થઇ હોવાના સમાચારથી મોહપુર અને તેની આજુબાજુનાં ગામોમાં જબરું આશ્ચર્ય ફેલાઇ ગયું હતું અને સાથોસાથ પીળા રંગનો વરસાદ કયાં કારણાસર વરસે છે તેની પૂછપરછ માટે નાગરિકોએ હવામાન ખાતાની અને કલેક્ટરની ઓફિસનો પણ સંપર્ક સાધ્યો હતો.બીજીબાજુ હવામાન ખાતાએ પીળા વરસાદ વિશે કોઇ ચોક્કસ કુદરતી પરિબળો કારણભૂત હોવા વિશે ટીપ્પણી કરી નહોતી. આમ છતાં રસાયણશાસ્ત્રના નિષ્ણાત અને અનભુવી પ્રોફેસરોના કહેવા મુજબ જે સ્થળે પીળા રંગનો વરસાદ વરસ્યો હોય તે સ્થળ નજીક મોટાપાયે બાંધકામ પ્રવૃત્તિ થતી હોય, ઉદ્યોગ-કારખાનાં હોય અથવા કોલસાની ખાણ હોય તો આવી ઘટના બની શકે છે. કોલસામાંનું સલ્ફરનું તત્ત્વ વાતાવરણમાંના ભેજ સાથે ભળી જાય તો તે સલ્ફર ડાયોક્સાઇડ બની જાય છેવટે તે સલ્ફુરિક એસીડ બને. સાંજે વાતાવરણમાં ઠંડક પ્રસરે ત્યારે આ વરસાદ સાથે આ તત્ત્વો ભળી જાય એટલે પીળા રંગનો વરસાદ વરસ્યો હોય તેવું લાગે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application