દિવાળીનો તહેવાર નજીક હોવાથી અને તહેવારોમાં રાજાઓ હોવાથી લોકો હરવા ફરવાના સ્થળ પર જતા હોય છે. ગુજરાતમાં દિવાળીનું મહત્વ ઘણું હોય છે જયારે બિહારમાં છઠ પૂજાનું મહત્વ વધુ હોય છે તે જોતા જ ગુજરાત તરફથી ઉત્તર ગુજરાત તેમજ બિહાર તરફ જતી ટ્રેનો હાઉસફુલ થઇ ગઈ છે અને વેઇટિંગ 200 થી 300 ઉપર ચાલી રહ્યું છે. દિવાળીના તહેવારની રાજાઓમાં લોકો ગુજરાતમાં તેમજ ગુજરાતની બહાર ફરવા માટે જતા હોય છે. ગુજરાતમાંથી લોકો દિલ્હી,રાજસ્થાન,હિમાચલ પ્રદેશ તેમજ કાશ્મીર અને પંજાબ તરફ ફરવા જતા હોય છે. બીજી તરફ દક્ષિણમાં ઊટી,રામેશ્વર,મહારાષ્ટ્ર અને ગોવા સહીતના સ્થળો પર ઘસારો જોવા મળી રહ્યો છે અને દક્ષિણ તરફની ટ્રેનો પર હાઉસફુલ છે અને વેઇટિંગ લિસ્ટ 300ની આસપાસ છે.દિવાળીનો તહેવાર હોવાથી લાંબી મુસાફરી માટે ટ્રેન અનુકૂળ રહે છે તે માટે લોકો વહેલા જ બુકીંગ કરાવી રાખે છે.
આ ઉપરાંત ગુજરાતમાં બિહારના ઘણા પરિવારો રોજગાર માટે વસવાટ કરે છે તે લોકો પણ બિહારમાં છઠ પૂજા કરવા માટે પોતાના પરિવાર સાથે જતા હોય છે ત્યારે બિહાર તરફ જતી બધી જ ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ છે. આ તરફ ઉત્તર ગુજરાતની તમામ ટ્રેનો પણ ફૂલ થઇ ગઈ છે અને ખાસું વેઇટિંગ લિસ્ટ છે.દિવાળીના તહેવારને લઈને ઓખા,રાજકોટ અને અમદાવાદથી મોટા ભાગની ટ્રેનો હાઉસફુલ થઇ ગઈ છે. કેટલીક ટ્રેનોમાં સ્લીપરમાં 500 કરતા પણ વધારે વેઇટિંગ જોવા મળી રહ્યું છે. દિલ્હી, ઉત્તર ભારત તેમજ બિહાર તરફ જતી ટ્રેનોમાં પસેન્જરોનો ઘસારાને પહોંચી વળવા માટે દિવાળી સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવશે તેમ છતાં પણ ઘણી ટ્રેનોમાં ટિકિટો નથી મળી રહી અને હાઉસફુલ થઇ ગઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500