દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી તા.18 જુલાઈએ થવાની છે, પરંતુ રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવારો પર તમામની નજર છે. દરમિયાન વિપક્ષ તરફથી યશવંત સિન્હા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોઈ શકે છે. યશવંત સિન્હા આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની ચૂંટણી માટે વિપક્ષની બેઠકમાં હાજરી આપવાના છે. આ બેઠકમાં સામેલ થયા પહેલા યશવંત સિન્હાએ ટ્વીટ કરી કે TMCમાં તેમને મને જે સન્માન અને પ્રતિષ્ઠા આપી તે માટે હું મમતા બેનર્જીનો આભારી છુ.
હવે એક સમય આવી ગયો છે, જ્યારે એક મોટા રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે મને પાર્ટીમાંથી હટીને વિપક્ષી એકતા માટે કામ કરવુ જોઈએ. મને વિશ્વાસ છે કે પાર્ટી મારા નિર્ણયનો સ્વીકાર કરશે. TMC આજે થનારી વિપક્ષની બેઠકમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવાર તરીકે યશવંત સિન્હાના નામનો પ્રસ્તાવ મૂકશે. મળતી માહિતી પ્રમાણે તૃણમુલ કોંગ્રેસનાં ટોચના નેતાઓએ આ મુદ્દે ચર્ચા કર્યા બાદ સિન્હાએ પ્રસ્તાવ પર સંમતિ વ્યક્ત કરી છે.
યશવંત સિન્હાએ બેઠક પહેલા એક ટ્વીટ કરીને મોટા રાષ્ટ્રીય કારણો માટે પાર્ટીના કામથી અલગ હટવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. શરદ પવાર, ફારુખ અબ્દુલ્લા અને ગોપાલ કૃષ્ણ ગાંધી વિપક્ષની ઓફર ઠુકરાવી ચૂક્યા છે.
મહાત્મા ગાંધી પૌત્ર ગોપાલ કૃષ્ણ ગાંધીએ સોમવારે જ વિપક્ષના નેતાઓને રાષ્ટ્રપતિ પદ માટે તેમનુ નામ સૂચવ્યા મુદ્દે આભાર વ્યક્ત કરતા ચૂંટણી ન લડવાની ઈચ્છા વર્તાવી હતી. દરમિયાન હવે વિપક્ષ યશવંત સિન્હાને મેદાનમાં ઉતારી શકે છે. યશવંત સિન્હાએ પણ ટ્વીટ કરીને આ અટકળોને હવા આપી છે. યશવંત સિન્હા ભાજપ છોડીને TMCમાં જોડાયા હતા.
તૃણમુલ કોંગ્રેસના નેતા યશવંત સિન્હાએ મંગળવારે પાર્ટી છોડવાનુ એલાન કરતા કહ્યુ કે હવે તેઓ વિપક્ષી એકતાના વ્યાપક રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે કામ કરશે. અમુક દિવસથી એવી અટકળો લગાવાઈ રહી છે કે તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પૂર્વ કેન્દ્રીય મંત્રી સિન્હાનુ નામ આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષી ઉમેદવાર તરીકે રજૂ કરશે.
યશવંત સિન્હાએ ટ્વીટ કરી, મમતા જી એ જે સન્માન મને તૃણમુલ કોંગ્રેસમાં આપ્યુ, હુ તે માટે તેમનો આભારી છુ. હવે સમય આવી ગયો છે જ્યારે વિપક્ષી એકતાના વ્યાપક રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે મારે પાર્ટીમાંથી અલગ થવુ જોઈએ. મને વિશ્વાસ છે કે મમતા બેનર્જી આની અનુમતિ આપશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500