Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજકોટમાં યશસ્વી જયસ્વાલે ટેસ્ટમાં બેવડી સદી ફટકારી

  • February 19, 2024 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટ ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. ટીમ ઈન્ડિયા શાનદાર લયમાં જોવા મળી રહી છે. 5 ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ છે. રાજકોટમાં જીતનારી ટીમ સીરિઝમાં 2-1ની લીડ લેશે. રાજકોટમાં યશસ્વી જયસ્વાલે ટેસ્ટમાં બેવડી સદી ફટકારી છે. યશસ્વી જયસ્વાલે રાજકોટમાં 231 બોલનો સામનો કરીને તેની બેવડી સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે 10 સિક્સર અને 14 ચોગ્ગા ફટકાર્યા હતા.


યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે. તેમણે નવજોત સિંહ સિદ્ધુનો 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. રાજકોટ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલનું રાજ જોવા મળ્યું છે, તેમણે ત્રીજા ટેસ્ટની બીજી ઈનિગ્સમાં બેવડી સદી ફટકારી છે. આ સાથે અનેક રેકોર્ડ તોડ્યા છે. યશસ્વી જયસ્વાલે 231 બોલમાં 14 ચોગ્ગા અને 12 સિક્સની મદદથી ટેસ્ટ કરિયરની બેવડી સદી ફટકારી હતી. આ બેવડી સદી સુધી તેનો સ્ટ્રાઈક રેટ 86.58 હતો. જયસ્વાલ એક ટેસ્ટ સીરિઝમાં 2 સદી ફટકાવનાર ભારતનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે. યશસ્વી જયસ્વાલ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવવામાં સફળ રહ્યો છે. તે એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ સિક્સ ફટકાવનાર બેટ્સમેન બની ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application