Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીની હોસ્પિટલોમાં ઓક્સીજનની અછત સર્જાતા કલેકટરને લેખિત રજુઆત કરાઈ

  • April 14, 2021 

ચીખલીમાં કોરોનાના દર્દીઓની સારવારની ક્ષમતા ધરાવતી સ્પંદન હોસ્પિટલમાં ઓક્સિજનના સિલિન્ડરની ઘટ સર્જાવા પામી છે. આ હોસ્પિટલ દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે, હાલ 56 જેટલા દર્દીઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. જેમાં 43 જેટલા દર્દીઓને  ઓક્સિજનની જરૂરિયાત છે અને દૈનિક 160 જેટલા સિલિન્ડરની સામે અત્યારે 50  સિલિન્ડર મળી રહ્યા છે. હોસ્પિટલમાં 7 વર્ષથી ઓક્સિજનના સિલિન્ડર પુરી પાડતી અક્ષર મેડીકો (પલસાણા,સુરત) એજન્સી દ્વારા જથ્થો ઘટાડી દેવામાં આવ્યો છે.

 

 

 

 

વાપી અને સુરતમાં સિલિન્ડર લેવા જતા વલસાડ અને સુરત જીલ્લાને પ્રાથમિકતા આપવાની હોવાનો જવાબ મળી રહ્યો છે. જોકે, આ સિવાય અન્ય હોસ્પિટલમાં પણ ઓક્સિજનના સિલિન્ડરની આવી જ સ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે જીલ્લા કલેકટર તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચીખલીની હોસ્પિટલોમાં પુરતી માત્રામાં ઓક્સિજનના સિલિન્ડરોની વ્યવસ્થા કરાવી આપે તે જરૂરી બન્યું છે. ચીખલીમાં ઓક્સિજનની સુવિધા વાળા બેડની પણ કમી છે. ચીખલીની રેફરલ હોસ્પિટલ માત્ર નામ પૂરતી જ સિવિલ હોસ્પિટલમાં તબદીલી કરાઈ છે અને હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા વાળા માત્ર 15 જ બેડ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application